Jasprit Bumrah: શુ છે બેક સ્ટ્રેસ ફ્રેકચર? જેના કારણે જસપ્રીત બુમરાહને T20 Word Cup થી બહાર થવુ પડ્યુ | Jasprit Bumrah miss T20 World Cup 2022 due to injury Indian Cricket Team what is back stress fracture

જે ઈજાના કારણે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) T20 વર્લ્ડ કપ (T20 Word Cup 2022) માંથી બહાર થઈ ગયો છે તે અચાનક થયેલી ઈજા નથી. આ ઈજાને કારણે તેની કારકિર્દીને પણ મોટો ઝટકો લાગ્યો છે.

Jasprit Bumrah: શુ છે બેક સ્ટ્રેસ ફ્રેકચર? જેના કારણે જસપ્રીત બુમરાહને T20 Word Cup થી બહાર થવુ પડ્યુ

Jasprit Bumrah ને પીઠમાં દુઃખાવાની સમસ્યા સતાવી રહી હતી.

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) T20 વર્લ્ડ કપ 2022 (T20 Word Cup 2022) માંથી બહાર છે. બુમરાહના સ્ટ્રેસ ફ્રેક્ચરે પણ ભારતને મોટો ઝટકો આપ્યો છે. ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) સામેની પ્રથમ ટી20 મેચ પણ રમી શક્યો ન હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને બેક સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે, પરંતુ તેને સર્જરીની જરૂર નથી. તેને સાજા થવામાં લગભગ 4 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. તેને ભૂતકાળમાં પણ આવી ઈજાનો સામનો કરવો પડ્યો હતો.

બુમરાહને 2019માં પહેલીવાર આ ઈજા થઈ હતી અને હવે T20 વર્લ્ડ કપ પહેલા આ ઈજાએ ભારતને હચમચાવી નાખ્યું છે. વાસ્તવમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન તેણે કમરમાં દુખાવાની ફરિયાદ કરી હતી. BCCI ની મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે.

Previous Post Next Post