રાજા દશરથની દીકરી હતી શાંતા, જેના ત્યાગને કારણે થયો રામ-લક્ષ્મણનો જન્મ | King Dasharatha daughter was Shanta whose abandonment led to the birth of Rama Lakshmana

Knowledge News : બોલિવૂડની કે હોલિવૂડની ફિલ્મોમાં કદાચ સિનેમામાં 45-50 દિવસ ચાલે છે. પછી દર્શકો પણ તેનાથી કંટાળી જતા હોય છે. પણ ભારતના પુરાણો, રામાયણ અને મહાભારત જેવી કથાઓ લાખો-કરોડો વર્ષોથી માણસના મનમાં વસેલી છે.

રાજા દશરથની દીકરી હતી શાંતા, જેના ત્યાગને કારણે થયો રામ-લક્ષ્મણનો જન્મ

Knowledge News

Image Credit source: File photo

Knowledge news : બોલિવૂડની કે હોલિવૂડની ફિલ્મોમાં કદાચ સિનેમામાં 45-50 દિવસ ચાલે છે. પછી દર્શકો પણ તેનાથી કંટાળી જતા હોય છે. પણ ભારતના પુરાણો, રામાયણ અને મહાભારત જેવી કથાઓ લાખો-કરોડો વર્ષોથી માણસના મનમાં વસેલી છે. તેને તમે ભલે ગમે એટલીવાર સાંભળો, પણ તે તમને રોજ નવી લાગશે, રોજ તમને નવું શીખવા મળશે. રામાયણના પાત્રોની ચર્ચા થાય છે, ત્યારે રાજા દશરથના ચાર પુત્રોની ચર્ચા જરુરથી થાય છે. રાજા દશરથની એક દીકરી પણ હતી, જેની ચર્ચા ખુબ જ ઓછી થઈ છે. તેમની દીકરીનું નામ શાંતા હતુ. રાજા દશરથની પુત્રી (King Dasharatha daughter) શાંતાનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયના બાલ કાંડમાં કરવામાં આવ્યો છે. વિષ્ણુ પુરાણમાં તેમને રાજા દશરથ અને મહારાણી કૌશલ્યાની પુત્રી જણાવી, તેમના એક પ્રસંગનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો છે.

વિષ્ણુ પુરાણમાં જણાવ્યા અનુસાર, એકવાર રાણી કૌશલ્યાની બહેન રાણી વર્ષિણી અયોધ્યા પહોંચી હતી. રાણી વર્ષિણી અંગદેશના રાજા સોમવાદની પત્ની હતી. વિવાહ બાદ લાંબા સમય સુધી તેમને કોઈ સંતાન ન હતુ. અયોધ્યામાં શાંતાને જોઈ રાણી વર્ષિણીમાં મમતા જાગી, પણ તેમને સંતાન ન હોવાનું પણ દુખ યાદ આવ્યુ.

રાજા દશરથે દીકરી આપવાનું વચન આપ્યુ

રાણી વર્ષિણીના ચહેરા પર દુખ જોઈ, રાજા દશરથે તેનું કારણ પૂછ્યુ. રાણી વર્ષિણી એ જણાવ્યુ કે, કદાચ… મારી પાસે શાંતા જેવી દીકરી હોત. તો મારા જીવનમાં ખુશી હોત. સંતાનની ચાહતમાં રાણી વર્ષિણી એ શાંતાને દત્તક લેવાની વાત રાજા દશરથને કરી. રાણી વર્ષિણીની વ્યથા જોઈ, રાજા દશરથ એ પોતાની દીકરી શાંતા તેમને આપી દીધી. જેના કારણે રાજા દશરથની દીકરી અંગ દેશની રાજકુમારી બની.

રામલીલામાં તમને મહારાણી કૌશલ્યાની બહેનનો કોઈ ઉલ્લેખ નથી જોવા મળતો, તેમ શાંતાનો પણ કોઈ ઉલ્લેખ નથી થતો. દેવી શાંતાનું ભરણ-પોષણ તેમની માસી એ કર્યુ. શાંતા સુંદર હોવાની સાથે સાથે કળા, શિલ્પ અને વેદની જાણકાર હતી.

ઋષિ શ્રૃંગીની સાથે થયા શાંતાના વિવાહ

શાંતાના વિવાહ પ્રસંગનો પણ ઉલ્લેખ થયો છે. એકવાર જ્યારે રાજ્યમાં દુકાળ પડયો. જેના કારણે રાજા એ ઋષિ શ્રૃંગીને આ સમસ્યા દૂર કરવા આમંત્રણ આપ્યુ. ઋષિ શ્રૃંગી એ યજ્ઞ કરવાની વાત કહી. પૂરા વિધિ-વિધાન સાથે યજ્ઞ કરવામાં આવ્યો. દુકાળના સમયે વરસાદ પડ્યો અને સૌના જીવનમાં ખુશી પાછી આવી. જેના કારણે રાજા એ દીકરીના વિવાહ ઋષિ શ્રૃંગી સાથે કરાવ્યા.

દેવી શાંતા એ કર્યો હતો ત્યાગ

દીકરીને દત્તક આપ્યા બાદ રાજા દશરથને કોઈ સંતાન ન થયુ. રાજા દશરથ તેને કારણે ખુબ પરેશાન હતા. પછી તેણે વશિષ્ઠ ઋષિને પોતાની સમસ્યા જણાવી. વશિષ્ઠ ઋષિએ દશરથને શ્રૃંગી ઋષિ પાસેથી પુત્રકામેષ્ઠી યજ્ઞ કરાવવાની સલાહ આપી. શ્રૃંગી ઋષિનું નામ સાંભળીને તેને પોતાની પુત્રીનું સ્મરણ થયું. તેઓ શ્રૃંગી ઋષિ પાસે પહોંચ્યા અને યજ્ઞ કરવાની વાત કરી.

તેણે શાંતાને કહ્યું, જો હું યજ્ઞ કરીશ તો તારે જંગલમાં રહેવું પડશે. આ સાંભળીને દેવી શાંતાએ તેમને સમજાવ્યા અને કહ્યું, હું આ બધું સહન કરીશ, તમે મારા માતા-પિતા માટે આ યજ્ઞ કરો. આ રીતે દેવી શાંતાએ તેમને યજ્ઞ કરવા માટે સમજાવ્યા. શ્રૃંગી ઋષિએ રાજા દશરથને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો. યજ્ઞ સફળ થયો અને રાજા દશરથને ચાર પુત્રો રામ, ભરત અને જોડિયા લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા. આ રીતે દેવી શાંતાએ રાજા દશરથના પુત્રો માટે બલિદાન આપ્યું.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)