No results found

    Kisi Ka Bhai Kisi Ki Jaan : સલમાન ખાનની આગામી ફિલ્મનું જોરદાર ટીઝર થયું રીલીઝ, પહેલા કયારેય ન જોયો હશે 'ભાઈજાન'નો આવો લુક | Kisi Ka Bhai Kisi Ki Jaan Salman Khan upcoming film teaser has been released this look of Bhaijaan has never been seen before

    આજે તેમણે પોતાની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ (Kisi Ka Bhai Kisi Ki Jaan)નું ટીઝર રીલીઝ કર્યુ છે. આ ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

    Kisi Ka Bhai Kisi Ki Jaan : સલમાન ખાનની આગામી ફિલ્મનું જોરદાર ટીઝર થયું રીલીઝ, પહેલા કયારેય ન જોયો હશે 'ભાઈજાન'નો આવો લુક

    Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser

    બોલિવૂડના 3 સુપરસ્ટાર ‘ખાન’માંથી એક એવા સલમાન ખાનના દેશ-વિદેશમાં કરોડો ફેન્સ છે. તેમની ફિલ્મો જોવા માટે ભારતના થિયેટરોમાં તેમની ફિલ્મો જોવા માટે લોકોની લાઈનનો લાગતી હોય છે. એક સમય એવો હતો કે તેમની બેક ટુ બેક ફિલ્મો 200 કરોડ કે 100 કરોડની કમાણી કરતી હતી. આજ બોલિવૂડના દંબગ ખાન હવે પોતાની આગમી ફિલ્મ (Salman Khan Upcoming Film) લઈને આવી રહ્યા છે. આજે તેમણે પોતાની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ (Kisi Ka Bhai Kisi Ki Jaan)નું ટીઝર રીલીઝ કર્યુ છે. આ ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ ટીઝરમાં જે લુકમાં સલમાન ખાન દેખાય છે તેનો તેવો લુક તમે આ પહેલા ક્યારે પણ જોયો નહીં હોય. સલમાન ખાનના ફેન્સ આ ટીઝરને ખુબ પસંદ કરી રહ્યા છે. આ ટીઝરમાં સલમાનનો સ્વેગ જોવા લાયક છે.

    સલમાનની આગામી ફિલ્મને લઈને તેના ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સલમાન ખાને બોલિવૂડમાં પોતાના 34 વર્ષ પૂરા કરવાની ખુશીમાં આ ફિલ્મનું એલાન કર્યુ હતું. તે સમયે પણ તેમણે તેમના લુકની નાની ઝલક આપી હતી. તેના લગભગ 10 દિવસ બાદ આજે તેમણે પોતાની ફિલ્મનું ટીઝર લોકો સામે મુક્યુ છે. ટીઝરમાં સલમાન ખાનનો જે લુક દેખાય રહ્યો છે તેને લઈને લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ ટીઝરમાં તે લાંબા વાળ અને ચશ્મા પહેરીને જોવા મળે છે.

    સલમાનની નવી ફિલ્મનું ટીઝર

    સલમાન ખાને આ વીડિયો પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટથી શેર કર્યો છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં સલમાન ખાનની નજીકની શહેનાઝ ગિલ બોલીવૂડમાં ડેબ્યૂ કરશે. સલમાન ખાન અને શહેનાઝ ગિલની સાથે સાથે પૂજા હેગડે, દગ્ગુબાતી વેંકટેશ, જસ્સી ગિલ, પલક તિવારી, સિદ્ધાર્થ નિગમ, રાઘવ જુયાલ અને વિનાલી ભટનાગર પણ આ ફિલ્મમાં જોવા મળશે.

    પહેલા આ ફિલ્મનું નામ કભી ઈદ કભી દિવાલી હતું, પરંતુ બાદમાં તેનું ટાઈટલ બદલીને કિસી કા ભાઈ કિસી કી જાન કરવામાં આવ્યું હતું. ત્યારે જોવાનું એ રહ્યુ કે સલમાનની આ ફિલ્મ સુપરહિટ થશે કે નહીં. કારણ કે છેલ્લા ઘણા સમયથી સલમાનની ફિલ્મોનો ભારતીય ઓડિયન્સ પર પહેલા જેવો જાદુ નથી ચાલી રહ્યો.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال