ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી

[og_img]

  • આંધ્ર પ્રદેશમાં 5, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન થઇ શકે છે ગાજવીજ સાથે વરસાદ
  • તમિલનાડુ, પુડુચેરીમાં 5 થી 8 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ અપાયું 
  • તેલંગાણા કર્ણાટક અને કેરલમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી

ચોમાસાની સીઝનને કારણે દેશના ઘણા રાજ્યોમાં હાલ જોરદાર વરસાદ થઇ રહ્યો છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં થનાર વરસાદને લઈને જાણકારી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયા કિનારાના આંધ્ર પ્રદેશના વિસ્તારોમાં આગામી 5, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ શકે છે. જયારે, તમિલનાડુ, પુડુચેરીમાં 5 થી 8 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો, તેલંગાણાના કિનારાના વિસ્તારો અને દક્ષિણી આંતરિક કર્ણાટક અને કેરલ અને માહેમાં આગામી આગામી 5 દિવસ ભારે વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગે વધુમાં એમ પણ જણાવ્યું છે કે રાયલસીમામાં 6થી 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થવાની શકયતા છે. ઉત્તરી આંતરિક કર્ણાટકમાં 5,6,8 અને 9 સપ્ટેમ્બર અને લક્ષદ્વીપ માં 5 થી 8 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, પાંચ સપ્ટેમ્બરના રોજ પશ્ચિમી મધ્યપ્રદેશના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ શકે છે. પૂર્વ મધ્યપ્રદેશમાં 5 અને 9 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ થઇ શકે છે.

ઓરિસ્સામાં 6 થી 9 સપ્ટેમ્બર, મરાઠવાડામાં 5, 8, અને 9, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 8 થી 9 સપ્ટેમ્બરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળમાં 9 સપ્ટેમ્બર અને છતીસગઢમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 5 થી 8 સપ્ટેમ્બર, નાગાલેંડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાંમાં 5 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદનો મિજાજ?

સપ્ટેમ્બર મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા વધારે વરસાદ થવાની શકયતા છે. માત્ર પૂર્વોત્તર ભારતના કેટલાંક ભાગોમાં અને પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની શકયતા છે. હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિના માટે પૂર્વાનુમાન જાહેર કરતા કહ્યું છે કે આ મહીને માસિક વરસાદ સામાન્ય કરતા વધારે થઇ શકે છે. તો બીજી બાજુ, મોટાભાગના વિસ્તારોમાં, વધુમાં વધુ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતા ઓછું રહી શકે છે. પૂર્વ અને ઉત્તરના કેટલાંક વિસ્તારો, મધ્ય ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાંક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહી શકે છે.

Previous Post Next Post