સુરતમાં શ્રીજીના પંડાલમાં LED સ્ક્રીન પર ભારત પાકિસ્તાનની મેચ દર્શાવાઈ, મોટી સંખ્યામાં ભાવિકોએ મેચ નિહાળ્વા પહોંચ્યા | Sriji's pandal in Surat showed the India Pakistan match on the LED screen, a large number of spectators arrived to watch the match.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Sriji’s Pandal In Surat Showed The India Pakistan Match On The LED Screen, A Large Number Of Spectators Arrived To Watch The Match.

સુરતએક કલાક પહેલા

  • ભારત પાકિસ્તાન વચ્ચેની ટ્વેન્ટી મેચ ભક્તિની સાથે રમતનો રોમાન્ચ

એશિયા કપ ટી20 મેચ રમાઈ રહી છે જેમાં ભારત પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચ નિહાળવા માટે સુરતમાં અલગ અલગ આયોજનો થયા છે. જેમાં ગણેશ પંડાલમાં મોટી એલઈડી સ્ક્રિન લગાવીને મેચનો લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. પાકિસ્તાનની વિકેટ પડે કે, ભારતના ખેલાડીનું સારું પ્રદર્શન થાય તો લોકો લગાવતા જોવા મળ્યા હતા.

ભક્તિની સાથે રમતનો રોમાન્ચ

ભારત પાકિસ્તાનની મેચ દરેક વ્યક્તિ માટે રોમાંચક બની રહેતી હોય છે. ત્યારે હાલ ગણેશ ભક્તિ માટે લગાવવામાં આવેલા પંડાલ રમતના રોમાંચક દ્રશ્યો નિહાળવા માટેનું સ્થાન બની ગયો હોય તે રીતે મોટી એલઇડી સ્ક્રીન લગાવીને ક્રિકેટ મેચ જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે પહોંચ્યા હતા, અને મોટા પડદા પર ભારત પાકિસ્તાનની મેચ જોવાનો મોકો મળ્યો હતો.

જાહેરમાં મેચ જોવાની મજા જ કંઇક અલગ

એલઇડી સ્ક્રીન પર ગણેશ ભંડારમાં મેચ જોવા આવેલા જીતેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, મોટા પડદા પર અને એ પણ જાહેરમાં મેચ જોવાની મજા જ કંઈક અલગ હોય છે. અંદાજે એકાદ હજાર લોકો સાથે મેચ જોવાની ખૂબ મજા આવે છે. મિત્રો સાથે અમે જાહેરમાં મેચ જોતા હોવાથી પાકિસ્તાનની વિકેટ પડે કે, કોહલીની ફોર સિક્સ પર અમે ખૂબ ચીચયારીઓ પાડીને મેચની મજા માણી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે…