Header Ads

London ની હોટલના રુમમાંથી ભારતીય સ્ટાર ક્રિકેટરના સામાનની ચોરી, ઘરેણાં, રોકડ અને બેગ તસ્કર ચોરી ગચા | Taniya Bhatia robbed in London England Marriott Hotel Indian Women Cricket Team

લંડનની મેરિયોટ હોટલમાં તાનિયા ભાટિયા (Taniya Bhatia) ના રૂમમાં ચોરી, સુરક્ષા વ્યવસ્થા પર સવાલો, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા કરવામાં આવી હતી ખેલાડીઓના રોકાણની વ્યવસ્થા.

London ની હોટલના રુમમાંથી ભારતીય સ્ટાર ક્રિકેટરના સામાનની ચોરી, ઘરેણાં, રોકડ અને બેગ તસ્કર ચોરી ગચા

Taniya Bhatia એ ટ્વીટ કરી આપી જાણકારી

ઈંગ્લેન્ડમાં ઐતિહાસિક વનડે શ્રેણી જીત્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) ની હોટલની સુરક્ષા વ્યવસ્થામાં ખામી સામે આવી છે. ભારતીય ખેલાડી તાનિયા ભાટિયા (Taniya Bhatia) એ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તેની હોટલના રૂમમાં ચોરી થઈ છે. ભાટિયાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ચોર તેમના રૂમમાંથી રોકડ, કાર્ડ, ઘરેણાં અને ઘડિયાળો લઈને ફરાર થઈ ગયા છે. તાનિયા ભાટિયાએ ટ્વીટ કરીને સીધા જ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) પર સવાલો ઉઠાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ લંડનની મેરિયટ હોટલમાં રોકાઈ રહી છે.

રૂમમાં થયેલી ચોરી બાદ તાનિયા ભાટિયાએ ટ્વીટ કર્યું અને લખ્યું, ‘લંડનની મેરિયોટ હોટેલમાં થયેલી ચોરી બાદ નિરાશ અને આઘાત લાગ્યો મેંદા વાળા મેનેજમેન્ટ. કોઈ મારા વ્યક્તિગત રૂમમાં ઘૂસી ગયું અને મારી બેગ, રોકડ, કાર્ડ, ઘડિયાળો અને ઘરેણાં ચોરી ગયુ. મેરિયોટ હોટેલ અસુરક્ષિત છે.’ તાનિયા ભાટિયાએ આગળ લખ્યું, ‘આ મામલાની તાત્કાલિક તપાસ અને નિકાલની આશા છે. જે હોટલને ECB ક્રિકેટ બોર્ડ દ્વારા પસંદ કરવામાં આવી હતી એમાં જ સુરક્ષાની આટલી ખામી. આશા છે કે તેઓ પણ આ બાબતનું ધ્યાન રાખશે.

ECB ની વિશ્વસનીયતા પર ઠેસ

તમને જણાવી દઈએ કે તાનિયા ભાટિયા ટીમ ઈન્ડિયાનો ભાગ હતી, જેણે ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચ્યો હતો. ઈંગ્લેન્ડને હાલમાં જ ટીમ ઈન્ડિયાએ તેમના જ ઘરમાં 3-0 થી કચડી નાખ્યું હતું. તાનિયા ભાટિયાને વનડે સિરીઝમાં રમવાનો મોકો મળ્યો ન હતો પરંતુ તે ટીમનો ભાગ હતી અને તેના રૂમમાં ચોરીની આવી ઘટનાથી બધા ચોંકી ગયા છે, સાથે જ આ ઘટનાથી ECBની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી છે.

Powered by Blogger.