الثلاثاء، 27 سبتمبر 2022

લક્ઝરી ફેશન બ્રાન્ડ પોતાના જ મોંઘા કપડાને લગાવે છે આગ, ઓછા પૈસામાં પણ વેચતા નથી, જાણો તેની પાછળનું કારણ | many Luxury fashion brands set their own expensive clothes on fire do not sell them for less know the reason behind it

આ ફેશન બ્રાન્ડના કપડા તેમના કાપડાની ગુણવતા અને તેના ડિઝાઈનને કારણે મોંઘા હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક લક્ઝરી ફેશન બ્રાન્ડ (Luxury Brands clothes) સમયે સમયે પોતાના જ પ્રોડક્ટને આગમાં નાંખી દે છે.

લક્ઝરી ફેશન બ્રાન્ડ પોતાના જ મોંઘા કપડાને લગાવે છે આગ, ઓછા પૈસામાં પણ વેચતા નથી, જાણો તેની પાછળનું કારણ

Symbolic Image

Image Credit source: File photo

Luxury Brands : આદિમાનવ કાળમાં માનવ પાંદડાના કપડા પહેરીને પોતાના શરીરને ઢાકતા હતા. પણ હાલ આખી દુનિયામાં એકથી એક ચઢીયાતા કપડા મળે છે. કપડાએ ફેશનનો એક મુખ્ય ભાગ બની ગયો છે. કપડા માટે આખી દુનિયામાં અલગ અલગ બ્રાન્ડ પણ છે. કેટલાક એવા છે જેના કપડા લાખો રુપિયામાં વેચાય છે. સામાન્ય માણસ તેને પહેરવાની ફક્ત કલ્પના જ કરી શકે છે. આ ફેશન બ્રાન્ડના કપડા તેમના કાપડાની ગુણવતા અને તેના ડિઝાઈનને કારણે મોંઘા હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક લક્ઝરી ફેશન બ્રાન્ડ (Luxury Brands clothes) સમયે સમયે પોતાના જ પ્રોડક્ટને આગમાં નાંખી દે છે.

તમને સાંભળીને નવાઈ લાગશે, પણ આ એક હકીકત છે. કેટલીક ફેશન બ્રાન્ડ આવા વિચિત્ર કામ કરે છે. પણ ફેન્સ બ્રાન્ડ કારણ વગર આવું નથી કરતા. તેઓ ખાસ કારણથી આવું કરતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેનાથી તેમના નફામાં વધારો થાય છે. ચાલો જાણીએ તેની પાછળની હકીકત અને સાથે એ પણ કે કઈ ફેશન બ્રાન્ડ આવું કરે છે.

આ ફેશન બ્રાન્ડ પોતાના મોંઘા કપડાને લગાવે છે આગ

રિપોર્ટસ અનુસાર, કેટલીક કંપનીઓ માર્કેટિંગ સ્ટ્રેટજી અનુસાર આવી આગ લગાડે છે. વર્ષ 2018માં અમેરિકામાં લક્ઝરી ફેશન બ્રાન્ડ બરબરી એ 3.6 બિલિયન ડોલરની કમાણી કરી હતી. ત્યાં જ આ બ્રાન્ડ દ્વારા 36.8 મિલિયન ડોલરના પોતાના કપડા આગ લગાડી ખત્મ કર્યા હતા. વિદેશી કંપની વિટોન પણ આ કામ કરે છે.

આ છે આગ લગાડવા પાછળનું કારણ

વિશેષજ્ઞો અનુસાર, આ ફેશન બ્રાન્ડ પોતાની પ્રોડક્ટની માગ જાળવી રાખવા માંગે છે. તેના માટે તેઓ સમય સમય પર પોતાના પ્રોડક્ટની સપ્લાયને ઓછું કરી દે છે. દરેક સીઝનમાં ફેશન બ્રાન્ડ પોતાના નવા કપડા લાવે છે અને જૂના કપડાના ઓછા પૈસામાં વેચતી નથી. કારણ કે તેનાથી તેમની બ્રાન્ડ પર તેનો ખોટો પ્રભાવ પડે છે. તેઓ ડિસ્કાઉન્ટમાં પણ આવા કપડા નથી વેચતા. ઓછા પૈસામાં અને ડિસ્કાઉન્ટમાં વેચવાથી તેઓ લક્ઝરી ફેશન બ્રાન્ડ નથી રહેતી. તેઓ પોતાની બ્રાન્ડ વેલ્યુ જાળવી રાખવા તેને ખત્મ કરે છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.