Monsoon 2022: રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી, અનેક જીલ્લામાં વરસ્યો વરસાદ | Monsoon 2022 Normal rainfall forecast for the next five days in the state rain showers in many areas

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે (Meteorological department) આગાહી આપી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ (Rain) રહેશે.

Monsoon 2022: રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી, અનેક જીલ્લામાં વરસ્યો વરસાદ

રાજ્યમાં વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી

ગુજરાતમાં (Gujarat) ચોમાસુ (Monsoon 2022) ક્રમશ: વિદાય લઇ રહ્યુ છે. 21 સપ્ટેમ્બરથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય થવાની શરુઆત થઇ ગઇ છે. પરંતુ હવામાન વિભાગે (Meteorological Department) ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની (Rain) આગાહી કરી છે. હવામાન વિભાગ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડવાની શકયતા દર્શાવી છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદી વિઘ્ન જોવા મળ્યુ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ઈસનપુર, મણિનગર, વસ્ત્રાલમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નોરતાના પ્રથમ દિવસે વરસાદથી ખેલૈયાઓ સહિત આયોજકોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ

ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદ વિઘ્ન બનીને આવ્યો છે. ઉના, સૂત્રાપાડાના લોઢવા સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ઉનાના અનેક વિસ્તારોમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કોડીનારના દરિયા કાંઠે પણ વરસાદના હળવા ઝાપટાં પડ્યા છે.

અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના ખાંભા, ગીર પંથકના વાતાવરણમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ. જે પછી ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. બારડોલીના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. હિલ સ્ટેશન સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ છે. પ્રથમ નવરાત્રીના જ મેઘરાજાનું આગમન થતા ખેલૈયાઓમાં ચિંતા છે. તો બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વાતાવરણમાં પલટો આવ્યો છે. અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ આવેલા શ્રદ્ધાળુઓએ વરસાદની મજા માણી હતી. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

أحدث أقدم