પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખે ગ્રામય કક્ષાએ આંગણવાડીના નાના બાળકો સાથે જન્મદિન ઉજવ્યો | Patan Zilla Panchayat President celebrated birthday with small children of Anganwadi at village level

પાટણ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આંગણવાડીના બાળકોને રમકડાંની કીટ અને ફળ આપવામાં આવ્યા

ગુજરાતમાં કુપોષણ ઘટે તેવા રાજયકક્ષાના પ્રયત્નોની સામે પ્રમુખ ભાનુમતિ બેન મકવાણાએ તેમના મત વિસ્તાર અને કાર્યક્ષેત્ર વિસ્તારની જેવી કે, તાવડીયા, ગાંગલાસણ, નારણજીનો પાડો, સયાજી સોસાયટી, વગેરે આંગણવાડીની પ્રત્યક્ષ મુલાકાત લઇ પોષણ સંવાદ કાર્યક્રમની ઉજવણી કરી હતી.

નવી નોંધાયેલ માતાઓને શ્રીમંત ગોદ ભરાઇની રસમ કરાવી પોષણ કીટ આપવામાં આવી. તેમનું આરોગ્યં સારુ રહે અને તંદુરસ્ત બાળક જન્મેમ તેવા આશીર્વચન આપવામાં આવ્યા હતા. આંગણવાડીના બાળકોને રમકડાંની કીટ આપવામાં આવી અને ફળોનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. જયારે આંગણવાડી કાર્યકર દ્રારા આંગણવાડી કક્ષાએ આપવામાં આવતી બાલભોગની સામગ્રીમાંથી કેક બનાવી કેક કાપી પ્રમુખને સરપ્રાઇઝ આપી આંગણવાડીના બાળકો સાથે હર્ષો ઉલ્લાસ સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ હતી.અને આંગણવાડી કક્ષાએ ઉપસ્થિત માતઓને ન્યુાટ્રીશન અને બાળકોના પોષણ અંગેની સમજ આપી આપના બાળકને તંદુરસ્ત‍ ભવિષ્જ આપવા આહવાન કરેલ હતુ 6 માસ પૂર્ણ થયેલ હોય તેવા બાળકોને પુરક પોષણની શરુઆતની અન્નનપ્રાશનની વિધિ પણ માન.પ્રમુખના હસ્તે કરવામાં આવેલ હતી. ઉપસ્થિત રહેલ માતાઓને પોષણની જાણકારી આપેલ હતી.

પાટણ જિલ્લા પંચાયત કક્ષાના કર્મચારીઓ દ્રારા પ્રમુખને સરપ્રાઈજ ભેટ આપી જન્મ્ દિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં માન.જિલ્લા વિકાસ અધિકારી સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીસ સહિત કર્મચારીઓ ઉપસ્થિીત રહેલ હતા.ત્યાચર બાદ જિલ્લામાં 15 મા નાણાપંચ અંતર્ગત જેટીંગ મશીન ચલાવવા માટેના 60 એચ.પી. ટ્રેકટર તાલુકા વિકાસ અધિકારી ચાણસ્મા ને કી આપી સુપ્રત કરવામાં આવેલ હતું. અને તાલુકા પંચાયત ચાણસ્મા ખાતે ટ્રેકટને લઇ જવા માન.પ્રમુખ દ્રારા લીલી ઝંડી આપવામાં આવેલ હતી.

આમ સમગ્ર દિવસ દરમ્યાનપ્રમુખ ભાનુમતિ મકવાણાના જનમ દિવસ નિમિતે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરી અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم