Sep 30, 2022 | 11:43 PM
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
દુનિયાનાં ઘણા એવા શહેર છે, જેના વિશે જાણીને લોકો હેરાન થઈ જાય છે. ઓસ્ટ્રેલિયાના વિટ્ટેનુમ શહેર, ભૂતિયા શહેર તરીકે ઓળખાય છે.
સરકારનું કહેવું છે કે, આ જગ્યા માણસો માટે સુરક્ષિત નથી. તેથી આ શહેરમાંથી લોકોને હટાવી લેવામાં આવ્યા હતા.
તેને માઈનિંગ ટાઉન માનવા આવે છે. તેને ઓસ્ટ્રેલિયાનું ચેર્નોબિલ કહેવામાં આવે છે. અહીંયાની હવા ખુબ ઝેરીલી છે. માણસોનું અહીં શ્વાસ લેવું જોખમકારક છે.
આ શહેરને દુનિયાનું સૌથી ઝેરીલું શહેર કહેવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, અહીં 2 હજાર કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. આ શહેરને દુનિયાના નકશા પરથી પણ હટાવવાનો વિચાર થઈ રહ્યો છે.
આ એક માઈનિંગ વિસ્તાર છે. ત્યાં હમેશા ઝેરીલી ગેસ નીકળતી રહે છે. જેના કારણે લોકોના મોત થવા લાગ્યા. વર્ષ 1966માં આ વિટ્ટેનુમ માઈન્સને બંધ કરીને લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા.