પંચમહાલ જિલ્લા સંયુક્ત કર્મચારી મોર્ચાના નેજાં હેઠળ જુની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા કલેકટરને આવેદનપત્ર આપ્યું | Petition submitted to the Collector to re-implement the old pension scheme under the auspices of the Panchmahal District Joint Employees' Morcha.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Petition Submitted To The Collector To Re implement The Old Pension Scheme Under The Auspices Of The Panchmahal District Joint Employees’ Morcha.

પંચમહાલ (ગોધરા)29 મિનિટ પહેલા

ગોધરા નગર ખાતે પંચમહાલ જિલ્લા શિક્ષણ સંધ તથા હાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા ન્યુઈરા હાઈસ્કુલ જાફરાબાદથી લઈ જિલ્લા કલેકટર કચેરી સુધી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાઈ રેલી કાઢવામાં આવી હતી. જેમાં પંચમહાલ જિલ્લા સંયુક્ત કર્મચારી મોર્ચાના નેજા હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના 5000 ઉપરાંત શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આગામી બે થી ત્રણ મહિનાની સમય મર્યાદામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાના ભણકાર પણ વાગી રહ્યા છે. જેથી દરેક સત્તાપક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાની રણનીતિ તૈયાર કરી લોક સંપર્કમાં આવ્યા છે. તેમજ દિલ્હી અને પંજાબમાં પોતાનો ડંકો વગાડનાર કેજરીવાલે ગુજરાતમાં એન્ટ્રી મારી પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જિલ્લા તાલુકાના ગામે ગામ ફરી પ્રસાર પ્રચાર કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ધૂમ મચાવી રહ્યા છે. આવા કપરા સમયે રાજ્યમાં એક પછી એક સરકારી અર્ધ સરકારી સંગઠનો પોતાની માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કરતા રહે છે. હાલમાં જ તલાટીઓ શાંત પડ્યા અને હવે આંગણવાડી કાર્યકરો પણ સરકાર સામે પોતાની માંગણીઓ સાથે મેદાને ઉતરી છે. તેમાંય અધૂરામાં પુરૂ કરવાનું હોય એમ આજે જૂની પેન્શન યોજનાની માંગને લઈ શિક્ષકો સહિત વિવિધ સરકારી કર્મચારીઓ રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ પંચમહાલ જિલ્લાના તમામ સાત તાલુકાઓની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો ભેગા થઈને જિલ્લા કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઓલ્ડ પેન્શન સ્કીમ બંધ કરી નેશનલ પેન્શન સ્કીમ કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ એનપીએસ લાગુ કરવામાં આવ્યું છે. વર્ષ 2005 બાદ સરકારી નોકરીમાં દાખલ થનાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ મળતું આજીવન પેન્શન બંધ કરવામાં આવ્યું છે. કર્મચારીઓના પગારની 10 ટકા રકમની સામે સરકાર દ્વારા 10 ટકા હિસ્સો મળી કુલ રકમ એનપીએસમાં જમા થાય છે. જે રકમ શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવામાં આવે છે. જેથી કર્મચારીને નિવૃત્તિ સમયે મળવાપાત્ર રકમ નિશ્ચિત રહેતી નથી અને નિવૃત્તિબાદ જમા રહેલ રકમનું કોઈપણ બેંકમાં ડિપોઝીટ કરવામાં આવે છે, જે રકમનું વ્યાજ નહીંવત હોવાથી ઘડપણમાં જીવનનિર્વાહ કરવો કે કુટુંબનું ભરણપોષણ કરવું ખૂબ મુશ્કેલીભર બને છે.

ગુજરાત સરકારની તમામ સરકારી યોજનાઓ રાજ્યની જનતા સુધી પહોંચાડવા માટે સરકારના કર્મચારીઓ કડીરૂપછે. કોઈપણ સરકારના શાસનને સુશાસન બનાવવાનું ભગીરથ કાર્ય કર્મચારીઓ થકી જ થાય છે. માટે જુની પેન્શન યોજના એ કર્મચારીની સાથે તેના પરિવારનો પણ પ્રાણપ્રશ્ન હોઈ ખૂબ જ ઝડપથી અમારી માંગણીઓનો સુખદ ઉકેલ આવે તેવી લાગણી અને માગણી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં, જિલ્લા કલેકટર સુજલ મયાત્રાને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. રેલી સ્વરૂપે પહોંચેલા શિક્ષકો દ્વારા આગામી સમયમાં તેઓની માંગણી નહિ સંતોષાય તો આંદોલનની આક્રમકતા વધારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم