બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) 48 કલાકમાં 11 નેતાઓને મળ્યા હતા. તેમણે કહ્યું કે જો બધા લોકો સાથે મળીને લડશે તો દેશના હિતમાં નિર્ણય લેવામાં આવશે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને નવી દિલ્હીમાં એનસીપીના પ્રમુખ શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા. મુલાકાતમાં વિપક્ષી એકતા વિશે ચર્ચા કરવામાં આવી હતી. કહ્યું કે જો તમામ લોકો સાથે મળીને લડશે તો દેશના હિતમાં નિર્ણય લેવામાં આવશે.
બિહારના સીએમ નીતિશ કુમારે સીપીઆઈ(એમએલ)ના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બિહારના સીએમ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નીતિશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ સમાજવાદી પાર્ટી (સપા)ના સાંસદ મુલાયમ સિંહ યાદવની હાલત જાણવા નીતિશ કુમાર પહોંચ્યા. આ દરમિયાન તેઓ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને પણ મળ્યા.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પૂર્વ સાંસદ શરદ યાદવને મળ્યા હતા.
નવી દિલ્હીમાં નીતિશ કુમાર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા.