ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટને પીએમ મોદી આપી શકે છે મોટી ભેટ | PM Modi can give big gift to Rajkot before Gujarat assembly elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા રાજકોટ-સૌરાષ્ટ્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  મોટી ભેટ આપી શકે છે . આ ચૂંટણી પહેલા PM મોદી રાજકોટના હીરાસર એરપોર્ટને(Airport)  ખુલ્લુ મુકી શકે છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Sep 01, 2022 | 8:39 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા રાજકોટ-સૌરાષ્ટ્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  મોટી ભેટ આપી શકે છે . આ ચૂંટણી પહેલા PM મોદી રાજકોટના હીરાસર એરપોર્ટને(Airport)  ખુલ્લુ મુકી શકે છે.મળતી માહિતી મુજબ આગામી એક મહિનામાં હીરાસર એરપોર્ટનું કામ પૂર્ણ કરવા માટે PMO તરફથી સૂચના આપી દેવામાં આવી છે. આ એરપોર્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. આએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ 95 ટકા તૈયાર થઇ ગયું છે. આગામી ડિસેમ્બરમાં તૈયાર થઈ શકે છે.

હાલમાં 10થી વધુ ફલાઇટ ઉડાન ભરે છે.

રાજકોટ એરપોર્ટ પર સૌરાષ્ટ્રનો ટ્રાફિક સારા પ્રમાણમાં મળી રહ્યો છે. શહેરમાં દરરોજ દિલ્લી અને મુંબઇની 4-4 ફલાઇટ ઉડાન ભરે છે. આ ઉપરાંત ગોવા તથા બેંગલોરની ફલાઇટ ઉડાન ભરે છે. અત્યાર સુધી ફલાઇટને પાર્કિંગ માટેની કોઇ જગ્યા ન હોવાને કારણે નવી ફલાઇટ શરૂ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ પર વીઆઇપી મુવમેન્ટ હોવાને કારણે ચાર્ટડ પ્લેન પણ હોય છે. જો કે હવે નવી ફલાઇટ પણ મળવાની શક્યતા છે.

જયપુર, કોલકતા અને બનારસની ફલાઇટો થશે શરૂ

રાજકોટ એરપોર્ટ પર ફલાઇટ પાર્કિંગની સુવિધા ન હોવાને કારણે જ્યારે બે ફલાઇટ પાર્કીંગમાં હોય તો અન્ય ફલાઇટને હવામાં જ ચક્કર લગાવવા પડે છે. જેથી ઇંધણનો વપરાશ પણ વઘારે થતો હતો. આ ઉપરાંત એરલાઇન્સ કંપનીઓ દ્વારા રાજકોટથી જયપુર, કોલકતા અને બનારસ માટેની ફલાઇટ શરૂ કરવાની મંજૂરી માંગી હતી. જો કે પાર્કિંગની સુવિધા ન હોવાને કારણે એરલાઇન્સ કંપની ફલાઇટ શરૂ કરવાની મંજૂરી ન મળી હતી. જો કે હવે નવા એપ્રેન-પાર્કિંગને મંજૂરી મળતા 15 જૂન બાદ નવી ફલાઇટો પણ શરૂ થશે જેનો સૌરાષ્ટ્રને સીધો ફાયદો મળશે.

ઉલ્લેખનીય છે કે, પાર્કિંગની સમસ્યા હોવાને કારણે ફ્લાઈટ કેન્સલ થઈ હોય તેમજ ડાયવર્ટ કરવી પડી હોય તેવા સમાચાર અવાર નવાર આવતા હતા. તેમજ મુસાફરોને પણ મુશ્કેલી વેઠવી પડતી હતી. જ્યારે હવે નવા પાર્કિંગની સુવિધા શરૂ થવા જઈ રહી છે, ત્યારે આ તમામા સમસ્યાઓનું નિરાકરણ આવશે. તેમજ નવી ફ્લાઈટ શરૂ થવાથી મુસાફરોનો સમય પણ બચશે.

Previous Post Next Post