PM Modi in Gujarat: પાંચમા નોરતે વડાપ્રધાન મોદી આપશે વંદે ભારત ટ્રેન તેમજ મેટ્રો ટ્રેનની ભેટ, અંબાજીમાં 7200 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ સાથે ગબ્બર ખાતે મહાઆરતીમાં થશે સામેલ | PM Narendra Modi will flag off Vande Bharat Train from Gandhinagar to Mumbai today, on 30 September: details in Gujarati

પીએમ મોદી ગાંધીનગરથી કાલુપુર સ્ટેશન સુધી ટ્રેનમાં સવારી પણ કરશે. તેઓ કાલુપુરથી રૂ. 12,925 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા બહુપ્રતિક્ષિત અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે.  આજના  દિવસમાં વડાપ્રધાન  પાંચથી વધુ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

PM Modi in Gujarat: પાંચમા નોરતે વડાપ્રધાન મોદી આપશે વંદે ભારત ટ્રેન તેમજ મેટ્રો ટ્રેનની ભેટ, અંબાજીમાં 7200 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ સાથે ગબ્બર ખાતે મહાઆરતીમાં થશે સામેલ

PM Modi Gujarat visit Second day

PM Modi Gujarat Visit:  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પાંચમા નોરતે ગુજરાતને બહુવિધ યોજનાઓની ભેટ આપવાના છે તેમાં ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને  (Vande Bharat Express’) લીલી ઝંડી આપશે. તેઓ ગાંધીનગર  (Gandhinagar) રેલવે સ્ટેશનથી સવારે 10.30 વાગ્યે સેમી હાઈસ્પીડ ટ્રેનને લીલી ઝંડી આપશે. પીએમ મોદી ગાંધીનગરથી કાલુપુર સ્ટેશન સુધી ટ્રેનમાં સવારી પણ કરશે. તેઓ કાલુપુરથી રૂ. 12,925 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા બહુપ્રતિક્ષિત અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે.  આજના  દિવસમાં વડાપ્રધાન  પાંચથી વધુ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજા દિવસનો સમગ્ર કાર્યક્રમ

  1. સવારે 10: 30 વાગ્યે ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી ગાંધીનગર મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું કરાવશે પ્રસ્થાન
  2. સવારે 11-30 વાગ્યે કાલુપુર રેલ્વે સ્ટેશનથી મેટ્રો ટ્રેનને કરાવશે પ્રસ્થાન
  3. બપોરે 12 વાગ્યે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ થલતેજ ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ -1નું ઉદ્ધાટન કરશે
  4. સાંજે 5-45 વાગ્યે બનાસકાંઠામાં અંબાજીમાં 7200 કરોડથી વધુના પ્રકલ્પોનો શિલાન્યાસ અને ખાતમુર્હૂત
  5. સાંજે 7-00 વાગ્યે અંબાજી માં કરશે દર્શન અને પૂજા
  6. સાંજે 7-45 વાગ્યે ગબ્બર તીર્થ ખાતે વડાપ્રધાન મહાઆરતીમાં પણ જોડાશે

વંદે ભારત ટ્રેન ગુજરાતના નાગરિકો માટે બની રહેશે સુવિધાસભર

આ ટ્રેનના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં પરિવહન સુવિધાઓને સુદૃઢ બનાવવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે, ત્યારે આ  માટેની પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો કરશે.

દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર પણ દોડતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ ગુજરાતમાં વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું.

‘KAVACH’ ટેક્નીકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન

ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેનને પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નીકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નીકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓને હવે અટકાવી શકાશે. આ ટેક્નીકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

અમદાવાદને મળશે મેટ્રોની ભેટ

તો આજે વડાપ્રધાન  મેટ્રોના ફેઝ -1નુ લોકાર્પણ કરવા સાથે તેમા  મુસાફરી કરશે અને અમદાવાદની જનતાને મેટ્રોની ભેટ આપશે. ત્યાર બાદ જાહેર જનતા બીજી ઓક્ટોબરથી મેટ્રોની સવારી કરી શકશે. થલતેજથી વસ્ત્રાલ સુધીના કોરિડોર-2ની મેટ્રો સેવા 2 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે એપીએમસીથી મોટેરા સુધીના કોરિડોર-1ની મેટ્રો ટ્રેન સેવા 6 ઓક્ટોબરથી શરૂ થશે. ટિકિટનો દર 5, 10, 15, 20 અને 25 રૂપિયા રહેશે.

બનાસકાંઠામાં રૂ. 7908 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

શુક્રવારે 30મી સપ્ટેમ્બરના રોજ તેઓ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં રૂ.7200 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે અંતર્ગત બનાસકાંઠાથી વડાપ્રધાન સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી,(PMJAY) પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના (વિકસતી જાતિ કલ્યાણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ રૂ.1967 કરોડના ખર્ચે તૈયાર થયેલા 60,000થી વધુ આવાસોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. જેમાં 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53172 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.

બનાસકાંઠાવાસીઓ વડાપ્રધાનને આવકારવા આતુર

પીએમ મોદી(PM Modi)  શુક્રવારે અંબાજીની(Ambaji)  મુલાકાત લેશે. જે અંતર્ગત અંબાજી શહેર અને મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે. મોદીને આવકારવા શક્તિપીઠ અંબાજીએ નવા રૂપ રંગ ધારણ કર્યા છે. એટલું જ નહીં માર્ગમાં શિલ્પોત્સવ દરમિયાન સાપ્તીના શિલ્પકારો દ્વારા તૈયાર કરાયેલ શિલ્પો ગોઠવ્યા છે.

ઇ – લોકાર્પણ દ્વારા આવાસ યોજનાની ભેટ

વડાપ્રધાન અંબાજીથી સમગ્ર રાજ્યના 60 હજારથી વધુ પરિવારોને સામૂહિક ગૃહ-પ્રવેશ કરાવશે ત્યારે રાજ્યના 09 જિલ્લાના 15 સ્થળોએ વિવિધ સાંસ્કૃતિક નૃત્ય, ગરબા, વેશભૂષા જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે હર્ષ ઉલ્લાસથી ગૃહ પ્રવેશ કરવામાં આવશે. જેમાં પંચમહાલ જિલ્લાના વંદેલી ગામમાં આદિવાસી ટીમલી નૃત્ય, ભંડોઈ ગામમાં ગરબા, માંગલિયાણા ગામમાં વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા પ્લે કાર્ડ જેવી પ્રવૃત્તિઓ યોજાશે.

Previous Post Next Post