રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ નીતિશ કુમારનું નિવેદન, 'મને PM બનવાની ઈચ્છા નથી' | Nitish Kumar statement after meeting with Rahul Gandhi I did not want to be PM

હાલમાં વિપક્ષની એકતાને મજબૂત બનાવવા માટે આજે સોમવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હીના ત્રણ દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે. નીતીશ કુમાર (Nitish Kumar) આ પ્રવાસમાં સૌથી પહેલા રાહુલ ગાંધીને (Rahul Gandhi) મળવા તેમના આવાસ પર પહોંચ્યા હતા.

રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ નીતિશ કુમારનું નિવેદન, 'મને PM બનવાની ઈચ્છા નથી'

Nitish Kumar And Rahul Gandhi

ભારતીય રાજનીતિમાં ક્યારે શું થઈ જાય તેની કોઈને ખબર નથી હોતી. ક્યારેક કટ્ટર દુશ્મનો એક થઈ જાય છે, ક્યારેક દુશ્મનના દુશ્મન મિત્ર બની જતા હોય છે. વિપક્ષ પણ ફરી સરકારમાં આવવા માટે અવનવા અખતરા કરતા હોય છે. હાલમાં વિપક્ષની એકતાને મજબૂત બનાવવા માટે આજે સોમવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હીના ત્રણ દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે. નીતીશ કુમાર (Nitish Kumar) આ પ્રવાસમાં સૌથી પહેલા રાહુલ ગાંધીને (Rahul Gandhi) મળવા તેમના આવાસ પર પહોંચ્યા હતા. આ મુલાકાતમાં નીતીશ અને રાહુલે વિપક્ષને મજબૂત કરવાની રણનીતિ પર ચર્ચા કરી હતી. તે ચર્ચામાં મોદી સરકારને 2014ની ચૂંટણી પહેલા ઘેરવાની તૈયારીઓ પર પણ ચર્ચા કરવામાં આવી. આ મુલાકાત દરમિયાન નીતીશ કુમારે રાહુલ ગાંધીને ‘ભારત જોડો યાત્રા’ માટે શુભકામનાઓ આપી હતી.

મુલાકાત દરમિયાન નીતીશ કુમારે બિહારની નવી સરકારને સર્મથન આપવા માટે રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો. નીતીશ કુમાર અને રાહુલ ગાંધી વચ્ચે સમાન વિચારવાળા વિપક્ષી દળોને સાથે લાવી, દેશ સામે એક નવો અને મજબૂત વિકલ્પ ઉભો કરવાની સંભાવનાઓની પણ ચર્ચા થઈ હતી. દિલ્હી પહોંચેલા નીતીશ કુમારે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી.

મને PM બનવાની ઈચ્છા નથી

મીડિયા સાથેની વાતચીતમાં નીતીશ કુમારે કહ્યું કે મારો વડાપ્રધાન પદની દાવેદારી કરવાનો કોઈ ઈરાદો નથી. મારો પ્રયત્ન ફકત વિપક્ષને એક કરવાનો છે. વિપક્ષ જો એક થશે, તો જ ભાજપથી મુકાબલો થઈ શકશે. જો બધી વિપક્ષીય પાર્ટી એક થશે તો ચૂંટણીમાં ભાજપની સીટો ઘટશે. વિપક્ષ સાથે આવશે તો 2024નો મહોલ પણ સારો બનશે. ભાજપ ક્ષેત્રીય પાર્ટીઓને નબળો બનાવવાનો પ્રયાસ કરી રહી છે પણ 2024 પહેલા ક્ષેત્રીય દળોને એક કરવા પડશે. સૂત્રો અનુસાર નીતીશ કુમાર વિપક્ષને એક કરવા હરિયાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ જશે.

આ નેતાઓને મળી શકે છે નીતીશ કુમાર

આ ત્રણ દિવસના પ્રવાસ પહેલા નીતીશ કુમાર તેમના જૂના સાથી લાલુ યાદવને મળ્યા હતા. આ ત્રણ દિવસના પ્રવાસમાં તેઓ એનસીપીના વડા શરદ પવાર, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ, જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના પ્રમુખ કુમારસ્વામી ને મળશે. નીતિશ કુમાર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને ડાબેરી પક્ષોના નેતાઓને પણ મળવાના છે. નીતિશની સાથે તેમની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લન સિંહ અને બિહારના મંત્રી સંજય ઝા અને અશોક ચૌધરી પણ છે. તેવામાં જોવોનું એ રહ્યુ કે નીતીશ કુમાર પોતાના આ કાર્યામાં સફળ થાય છે કે નહીં.