Rajkot : 36 મી નેશનલ ગેમ્સના ખેલાડીઓનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર કાઠીયાવાડી પરંપરાથી ઉષ્માભર્યું સ્વાગત કરાયું | Rajkot Athletes of 36th National Games received warm welcome in Kathiawadi tradition at airport and railway station

ગુજરાતમાં (Gujarat)29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમ્યાન યોજાનાર 36મી નેશનલ ગેમ્સ-2022ની(National Games 2022) હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટના(Rajkot)યજમાન પદ હેઠળ યોજાનાર છે.

Rajkot : 36 મી નેશનલ ગેમ્સના ખેલાડીઓનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર કાઠીયાવાડી પરંપરાથી ઉષ્માભર્યું સ્વાગત કરાયું

Rajkot National Games Athelete Welcome

ગુજરાતમાં (Gujarat) 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમ્યાન યોજાનાર 36મી નેશનલ ગેમ્સ-2022ની (National Games 2022 )  હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટના (Rajkot) યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આજ બપોર સુધીમાં હોકીની વિવિધ રાજ્યોની ટીમો જેમાં તામિલનાડુ, ઝારખંડ  હરિયાણા, ઓડિસા ફિમેલ ટીમ, કર્ણાટક ફિમેલ ટીમ, તથા સ્વિમિંગમાં સર્વિસીઝ અને કર્ણાટકની મેલ ટીમ રાજકોટ આવી પહોંચતા એરપોર્ટ અને રેલ્વે જંકશન ખાતે કાઠિયાવાડી પરંપરા મુજબ સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય રાજ્યોની ટીમો આજે રાજકોટ આવી રહી છે.

વહેલી સવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે 2 થી 11 ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે 2 થી 8 ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે.રાજકોટ આવી પહોંચેલી અને હવે આવી રહેલી તમામ ટીમો તેમજ વ્યક્તિગત સ્પર્ધાઓમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે પણ આગમન સ્વાગતની તૈયારી કરી લેવામાં આવેલ છે. સાથો સાથ તેઓને રહેવા  માટે  જરૂરી હોટેલની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન, આહાર વગેરે આયોજન કરવામાં આવેલું છે. ગત રાત્રે જુદાજુદા સમયે આવી પહોંચેલી ટીમો માટે મોડી રાત બાદ, વહેલી સવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાનાં માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓની ટીમ કાર્યરત છે

Previous Post Next Post