Rajkot: ગોંડલમાં સિંહ પરિવારના ધામા, આસપાસના પંથકના લોકોમાં ડરનો માહોલ | Rajkot lion family den in gondal deer killed au14533

છેલ્લા ત્રણ દિવસથી ગોંડલ પંથકમાં સિંહ પરિવાર જોવા મળી રહ્યો છે. આ સિંહના ટોળા દ્વારા હરણનું મારણ પણ કરવામાં આવ્યું હતું. વનરાજોની લટારને જોતા તંત્ર દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે સિંહના લોકેશનને જોઈને સિંહોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

Rajkot: ગોંડલમાં સિંહ પરિવારના ધામા, આસપાસના પંથકના લોકોમાં ડરનો માહોલ

ગોંડલ પંથકમાં જોવા મળ્યો સિંહ પરિવાર

રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકામાં સિંહ (Lion) પરિવારની લટાર જોવા મળી હતી. ગોંડલના ત્રાકુડા, હડમડીયા અને ઉમરાળીની સીમમાં સિંહ પરિવાર જતો જોવા મળતા ગોંડલ અને આસપાસના પંથકના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી ગોંડલ પંથકમાં સિંહ પરિવાર જોવા મળી રહ્યો છે. આ સિંહના ટોળા દ્વારા હરણનું મારણ પણ કરવામાં આવ્યું હતું. વનરાજોની લટારને જોતા તંત્ર દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે સિંહના લોકેશનને જોઈને સિંહોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

રાજકોટ નજીક જોવા મળ્યા હતા સિંહ

સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ થોડા સમય પહેલા સિંહ જોવા મળ્યા હતા. ગીર, ધારી, અમરેલીના વન વિસ્તારને બાદ કરતા છેલ્લા થોડા સમયથી સિંહ રાજકોટની આસપાસના ગ્રામિણ વિસ્તારમાં  જોવા મળી રહ્યા છે. રાજકોટમાં હવે ગ્રામ્ય બાદ શહેર વિસ્તારમાં પણ મહિનાઓ અગાઉ જેતપુરમાં સિંહ જોવા મળ્યા હતા. જેતપુરમાં રહેણાંક વિસ્તારની સોસાયટી સુધી સિંહ આવી પહોંચ્યા હોવાની ઘટના પણ નોંધાઈ હતી.

જૂનાગઢમાં પણ શહેરી વિસ્તારમાં જોવા મળ્યા હતા સિંહ

ભવનાથમાં સિંહના ટોળાનો લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. એક સાથે ચાર સિંહ લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. દામોદર કુંડથી અશોક શિલાલેખ સુધી સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. બે સિંહણ બે બાળ સિંહ સાથે લટાર મારતા કેમેરામાં કેદ થયા હતા. તો થોડા દિવસ અગાઉ જૂનાગઢમાં (Junagadh) રહેણાક વિસ્તારમાં સિંહ (Lion) જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

શહેરની મધ્યમાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં મોડી રાત્રે સિંહ લટાર મારતા જોવા મળ્યા છે. CCTV કેમેરામાં 4 સિંહ લટાર મારતા જોવા મળ્યા. આ વિસ્તારમાં અવાર-નવાર સિંહ આવી પહોંચતા હોય છે. જેને પગલે લોકોની સુરક્ષા જોખમાઈ છે. રહેણાક વિસ્તારમાં સિંહ આવી પહોંચતાં વનવિભાગને જાણ કરવામાં આવી છે.

નોંધનીય છે કે ધારી, અમરેલી, ગીર જંગલ વિસ્તાર અને જૂનાગઢ ભવનાથ તળેટીના શહેરી વિસ્તારમાં પણ સિંહ હવે આંટાફેરા કરી લેતા હોય છે. ગીર સોમનાથના વેરાવળમાં સિંહોના આટાફેરા વધી ગયા છે. દેવલપુર ગીર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ એક મકાનની છત પર ચડી ગઈ હતી. સિંહણ મકાનના છત પર આરામ ફરમાવતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.

Previous Post Next Post