Rajkot :બિસ્માર રોડને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન મેદાનમાં, નેશનલ હાઇવે ઓથોરિટીને અલ્ટીમેટમ આપ્યું | Rajkot Transport Association gives ultimatum to National Highway Authority Over Road Pothole

રાજકોટમાં(Rajkot)  બિસ્માર રસ્તાઓને(Pathhole)  લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. તુટેલા રસ્તાઓને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન(Trasport Association) મેદાનમાં આવી ગયું છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Sep 02, 2022 | 7:43 PM

રાજકોટમાં(Rajkot)  બિસ્માર રસ્તાઓને(Pothole)  લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. તુટેલા રસ્તાઓને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન(Trasport Association) મેદાનમાં આવી ગયું છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને નેશનલ હાઈવે ઓથોરિટીને(NHAI) રસ્તા રિપેર કરવા માટે આઠ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આઠ દિવસમાં આ રસ્તાઓ રિપર ન થાય તો ટોલ ટેક્સ નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી છે. ભારે વરસાદ બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને કલેક્ટર સાથે બેઠક કરીને રજુઆત કરી હતી. રજુઆતના આધારે કલેક્ટરે તાત્કાલિક રસ્તા રિપેર કરવા નેશનલ હાઈવે ઓથોરિટીને નોટિસ ફટકારી છે.


Previous Post Next Post