RTE એડમિશન લેનાર બાળકોની ફી ત્રિમાસિક ચૂકવાય, અત્યારે વર્ષના અંતે ચૂકવવામાં આવે છે | Fees for RTE admitted children are paid quarterly, currently paid at the end of the year

અમદાવાદ31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

RTE હેઠળ એડમિશન પ્રક્રિયા પુરી થઈ છે અને સ્કૂલો શરૂ થઈ છે.ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો પર ધોરણ -1માં RTE માં એડમિશન આપવામાં આવે છે.આ બાળકોની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. દર વર્ષે વર્ષના અંતે ફી ચૂકવવામાં આવે છે, જેથી આ વર્ષથી ત્રિમાસિક ફી ચૂકવવામાં આવે તેવી સ્કૂલ સંચાલકોએ માંગણી કરી છે.

અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, ખાનગી સ્કૂલોમાં અત્યારે ધોરણ 1 થી 8માં 25 ટકા બાળકો RTE હેઠળ એડમિશન લઈને ભણી રહ્યા છે. આ 25 ટકા બાળકોની ફી બ્લોક થઈ જાય છે, જે સરકાર દ્વારા સ્કૂલોને ચૂકવવામાં આવે છે. આ ફી દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં ચૂકવવામાં આવે છે, જેથી સ્કૂલોને આર્થિક મુશ્કેલીઓ ભોગવવી પડે છે.

હિસાબી વર્ષના છેલ્લા માસમાં ફી ચૂકવવામાં આવતી હોવાથી હિસાબી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગુજરાતની તમામ ખાનગી સ્કૂલોને RTE નવા વિદ્યાર્થીઓની સ્કૂલની ફી ત્રણ માસિક ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post