Run Out Controversy: અંગ્રેજ કેપ્ટન દિપ્તી શર્માની ચેતવણી આપવાની વાતને ખોટી ગણાવી, ટ્વીટ કરી કહ્યુ આમ | Run Out Controversy: Heather Kinght says Indian Team did not give any warning to Charlie Dean says team is lying

ભારતીય મહિલા ટીમે (Indian Women Cricket Team) હાલમાં જ ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું પરંતુ આ મેચમાં દીપ્તિ શર્મા (Deepti Sharma) નો રનઆઉટ વિવાદનો વિષય બન્યો હતો.

Run Out Controversy: અંગ્રેજ કેપ્ટન દિપ્તી શર્માની ચેતવણી આપવાની વાતને ખોટી ગણાવી, ટ્વીટ કરી કહ્યુ આમ

Heather Kinght ભારતીય ટીમને ખોટુ બોલી રહ્યાનુ ગણાવી રહી છે

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ (England Women Cricket Team) ની કેપ્ટન હીથર નાઈટે (Heather Kinght) ભારતીય બોલર દીપ્તિ શર્માના એ નિવેદનને નકારી કાઢ્યું છે કે ચાર્લી ડીનને રન આઉટ થતા પહેલા ચેતવણી આપવામાં આવી હતી. નાઈટ કહે છે કે આવું થયું નથી અને દીપ્તિ શર્મા (Deepti Sharma) ખોટું બોલી રહી છે. જોકે, તેણે નોન-સ્ટ્રાઈકર છેડા પર રનઆઉટ કરવા માટે દીપ્તિને દોષિત ઠેરવી નહોતી.

દીપ્તિએ શનિવારે રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં 44મી ઓવરમાં નોન-સ્ટ્રાઈકર છેડે ઊભેલ ઈંગ્લીશ બેટર ડીનને રનઆઉટ કરી દીધી હતી. તેણે જોયું હતું કે બોલ ફેંકતા પહેલા ડીન ક્રિઝમાંથી બહાર નિકળી જાય છે અને આવી સ્થિતિમાં તેણે તેને રન આઉટ કરી દીધી હતી. આ પછી તેના પર ઘણો વિવાદ થયો હતો અને કોઈએ તેને રમતની ભાવના વિરુદ્ધ કહ્યું હતું, તો કોઈએ કહ્યું હતું કે આ નિયમ છે, તેથી કંઈ ખોટું નથી.

સાબિત કરવાની જરૂર નથી

નાઈટે એમ પણ કહ્યું છે કે ભારતીય ટીમે જે કર્યું તે યોગ્ય હતું અને તેથી તેણે પોતાને સાબિત કરવાની જરૂર નથી. નાઈટે આ મામલે બે ટ્વિટમાં લખ્યું કે, “મેચ પૂરી થઈ ગઈ હતી. ચાર્લી યોગ્ય રીતે આઉટ હતી. ભારતીય ટીમ મેચ અને શ્રેણી જીતવાની હકદાર હતી. પરંતુ કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. તેમને આપવાની જરૂર નહોતી. આનાથી આઉટને ઓછું યોગ્ય નહીં થઈ જાય. પરંતુ રન આઉટના નિર્ણયથી સહજ હતા તો, ભારતે ચેતવણી આપવાનુ જૂઠું બોલીને તેને યોગ્ય ઠેરવવાની જરૂર નથી.”

Previous Post Next Post