ગોવિંદા અને રવિના ટંડનની 'દુલ્હે રાજા'ની રીમેક બનાવશે શાહરૂખ ખાન ! એક્ટરે ખરીદ્યા રાઈટ્સ | Shah Rukh Khan will make remake Govinda and Raveena Tandon Dulhe Raja

લેટેસ્ટ જાણકારી મુજબ શાહરૂખ ખાને ગોવિંદા અને રવિના ટંડન સ્ટારર ‘દુલ્હે રાજા’ના રાઇટ્સ ખરીદ્યા છે. શાહરૂખ ખાન આગામી દિવસોમાં ગોવિંદા અને રવિના ટંડન સ્ટારર ફિલ્મની રિમેક બનાવવા માટે તૈયાર છે. ‘દુલ્હે રાજા’નું (Dulhe Raja) નિર્દેશન હરમેશ મલ્હોત્રાએ કર્યું હતું.

ગોવિંદા અને રવિના ટંડનની 'દુલ્હે રાજા'ની રીમેક બનાવશે શાહરૂખ ખાન ! એક્ટરે ખરીદ્યા રાઈટ્સ

Shah Rukh Khan

Image Credit source: File Image

બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનનું (Shah Rukh Khan) બેનર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ એક પછી એક નવી ફિલ્મો બનાવી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં ડાર્લિંગ, બોબ બિસ્વાસ, લવ હોસ્ટેલ, બદલા અને ક્લાસ ઓફ 83 જેવી ઘણી ફિલ્મોનું નિર્માણ શાહરૂખ ખાનના પ્રોડક્શને કર્યું છે. હવે જે રિપોર્ટ સામે આવ્યા છે તે મુજબ શાહરૂખ ખાને 1998માં આવેલી કોમિક ફિલ્મ ‘દુલ્હે રાજા’ના રાઇટ્સ ખરીદી લીધા છે. શાહરૂખ ખાન આગામી દિવસોમાં ગોવિંદા અને રવિના ટંડન સ્ટારર ફિલ્મની રિમેક બનાવવા માટે તૈયાર છે. ‘દુલ્હે રાજા’નું (Dulhe Raja) નિર્દેશન હરમેશ મલ્હોત્રાએ કર્યું હતું.

પિંકવિલાના રિપોર્ટ મુજબ શાહરૂખ ખાન હંમેશા કોમેડી ફિલ્મોનો ફેન રહ્યો છે. આવામાં ગોવિંદા અને રવિના ટંડનની ફિલ્મ ‘દુલ્હે રાજા’ પોપ કોર્ન એન્ટરટેઈનર્સમાંથી એક છે, જે અભિનેતાને પણ પસંદ છે. ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ખરીદવામાં આવ્યા છે. પરંતુ ટીમ નક્કી કરશે કે આજના ઓડિયન્સને ધ્યાનમાં રાખીને તેમની વચ્ચે ‘દુલ્હે રાજા’ કેવી રીતે રજૂ કરવી?

રાઇટ્સ માટે લાંબા સમયથી ચાલી ડીલ

‘દુલ્હે રાજા’ના રાઇટ્સ માટે ડીલ લાંબા સમયથી ચાલી રહી હતી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ફરહાદ સામજી કામ કરી રહ્યા છે. હાલમાં ફરહાદ સામજી સલમાન ખાન સ્ટારર ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ના ડાયરેક્શનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પૂરી થયા બાદ ફરહાદ ‘દુલ્હે રાજા’ની સ્ક્રિપ્ટ પર કામ કરશે. સ્ક્રિપ્ટ જોઈને તેના કાસ્ટિંગ પર વિચાર કરવામાં આવશે.

દુલ્હે રાજાની વાત કરીએ તો આ ફિલ્મ ગોવિંદાની સૌથી મજેદાર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મમાં કાદર ખાન, પ્રેમ ચોપરા, જોની લીવર, અસરાની, વિજુ ખોટે અને મોહનીશ બહેલ જેવા અનેક કલાકારો જોવા મળ્યા હતા. ફિલ્મનું સંગીત પણ 90ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય હતું.

આ ફિલ્મમાં જોવા મળશે શાહરૂખ ખાન

શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે પોતાની કમબેક ફિલ્મ ‘પઠાન’માં ખૂબ જ બિઝી છે. આ ફિલ્મમાં એક્ટર સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે. આ સિવાય શાહરૂખ ખાન પાસે ‘જવાન’ અને ‘ડંકી’ પણ છે.

Previous Post Next Post