લખપતના વડા મથક દયાપરમાં સરકારી દવાખાનામાં મામલતદાર કચેરીની કામગીરી ચાલે છે, અન્ય કચેરીઓ ભાડાના મકાનમાં | The Mamlatdar office functions in a government hospital in Dayapar, the headquarters of Lakhpat, other offices in a rented house.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Mamlatdar Office Functions In A Government Hospital In Dayapar, The Headquarters Of Lakhpat, Other Offices In A Rented House.

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • અરજદાર અને દર્દી એકજ સંકુલ અંદર એકમેકના સંપર્કમાં આવતા બીમારીમાં વધારો થતો હોવાનું તારણ
  • સબ પોસ્ટ ઓફીસ,તિજોરી કચેરી અને કોર્ટ ભાડાના મકાનમાં કાર્યરત

જિલ્લાની પશ્ચિમ સરહદે આવેલા દુર્ગમ લખપત તાલુકાના વડામથક દયાપર ખાતેની અનેક સરકારી અને શેક્ષણિક સંસ્થાઓ સરકારી સંકુલના અભાવે ભાડાના આવાસોમાં કાર્ય કરી રહી છે. તેમાં તંત્રની બલિહારી કહી શકાય તેમ સરકારી દવાખાનું, તાલુકા હેલ્થ ઓફીસ અને મામલતદાર કચેરી એકજ સંકુલમાં કામ કરી રહી છે. જ્યાં અરજદાર અને દર્દી એક સાથે જોવા મળી રહે છે. વાસ્તવમાં વર્ષ 2001ના ભૂકંપમાં મામલતદાર કચેરી જર્જરિત બન્યા બાદ પણ 11 વર્ષ સુધી ભયના ઓથાર તળે ચાલતી રહી અને 9 વર્ષ પહેલાં સરકારી દવાખાનાના સંકુલમાં સ્થાનાંતર થઈ હતી. ત્યારથી આજ પ્રકારે લોકો વહીવટી અને શારીરિક પ્રશ્નોના ઉકેલ એક છત નીચે મેળવવા આવી રહ્યા છે. કર્મચારીઓને પણ સતત બીમારીના ભય હેઠળ કામ કરવું પડી રહ્યું છે. વર્ષોની સમસ્યાનો જિલ્લા તંત્ર દ્વારા હજુ સુધી નિરાકરણ લવાયું નથી.

અનેક સરકારી કચેરીઓ પોતાના સંકુલના અભાવે ભાડાના આવાસમાં કાર્યરત છે
દયાપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મામલતદાર કચેરી સાથે તાલુકા હેલ્થ ઓફીસ પણ આવેલી છે. તેના કારણે કોરોના, વાઇરલ ફલૂ જેવી સંક્રમિત બીમારી ફેલાવાનું જોખમ વધી જાય છે. ખુદ મામલતદાર કચેરીના કર્મચારીઓ પણ આ પરિસ્થિતિમાં કામ કરતા બીમારીમાં સંપડાઈ જવાનો ભય અનુભવી રહ્યાનું જણાવે છે. આ પૂર્વે કેટલાક કર્મચારીઓ કોરોના સંક્રમિત પણ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય સબ પોસ્ટ ઓફીસ, તિજોરી કચેરી અને કોર્ટ કાર્યવાહી સરકારી સંકુલના અભાવે ભાડાના આવાસોમાં ચાલી રહી છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનાં સંકુલમાં કોલેજ આવી જતા અહીં અભ્યાસ કરતા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ગામથી દૂર મોડેલ સ્કૂલમાં અભ્યાસાર્થે જવું પડી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસો હાથ ધરાય એવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે…