બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે ભારતની ચાર દિવસીય મુલાકાતની શરૂઆત કરતા કહ્યું હતું કે, મિત્રતા દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું, જ્યાં તેમને ત્રણેય સેનાઓ તરફથી ગાર્ડ ઓફ સલામી આપવામાં આવી હતી.
Image Credit source: PTI
PM Sheikh Hasina : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાની આગેવાનીમાં મંગળવારના હૈદરાબાદ હાઉસ (Hyderabad House)માં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક મળી હતી અને આ દરમિયાન બંન્ને પક્ષો તરફથી કેટલાક મહત્વના નિયમો પર કરાર થયા હતા. આ તકે પીએમે કહ્યું કે, આજે બાંગ્લાદેશ ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર અને આ ક્ષેત્રમાં અમારો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. તેમણે એ પણ કહ્યું, આજે અમે આતંકવાદ (Terrorism)અને કટ્ટરવાદ વિરુદ્ધ સહયોગ પર ભાર આપ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શેખ હસીનાની યાત્રા આપણા આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન થઈ રહી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે,આગામી 25 વર્ષના અમૃતકાળમાં ભારત-બાંગ્લાદેશ મિત્રતા નવી ઉંચાઈ પર જશે. અમારા ધનિષ્ઠ સાંસ્કૃતિક અને લોકો વચ્ચે સંબંધોમાં પણ નિરંતર વૃદ્ધિ થઈ છે.
ऐसी 54 नदियाँ हैं जो भारत-बांग्लादेश सीमा से गुज़रती हैं, और सदियों से दोनों देशों के लोगों की आजीविका से जुड़ी रही हैं।
ये नदियाँ, इनके बारे में लोक-कहानियां, लोक-गीत, हमारी साझा सांस्कृतिक विरासत के भी साक्षी रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2022
કુશિયારા નદીના પાણીની વહેંચણી પર કરારઃ PM મોદી
કરારો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, અમે આઈટી, સ્પેસ અને ન્યુક્લિયર એનર્જી જેવા સેક્ટરમાં પણ સહકાર વધારવાનો નિર્ણય લીધો છે, જે અમારી યુવા પેઢીઓ માટે રસ ધરાવે છે. અમે આબોહવા પરિવર્તન અને સુંદરવન જેવા સામાન્ય વારસાને બચાવવા માટે પણ સહયોગ કરવાનું ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે, આજે અમે કુશિયારા નદીમાંથી પાણીની વહેંચણી અંગે મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી ભારતના દક્ષિણ આસામ અને બાંગ્લાદેશના સિલ્હેટ પ્રદેશને ફાયદો થશે.
પીએમ હસીના ગઈકાલે બપોરે દિલ્હી પહોંચ્યા હતા. તે મંગળવારે વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ મળવાના છે. વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે સાંજે હસીના સાથે મુલાકાત કરી હતી. અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી પણ સોમવારે સાંજે બાંગ્લાદેશના વડાપ્રધાનને મળ્યા હતા.
4 દિવસના ભારત પ્રવાસ પર છે પીએમ શેખ હસીના
હસીનાએ કહ્યું અમારો મુખ્ય ઉદ્દેશ્ય અર્થવ્યવસ્થાનો વિકાસ કરવો લોકોની પાયાની જરુરિયાતો પુરી કરવાનો છે. મિત્રતા દ્વારા તમે કોઈ પણ સમસ્યાનું સમાધાન નીકળી શકાય છે. હસીનાએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.