વલસાડ જિલ્લામાં આજે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી, કલેકટરે પાંચ મતદાન મથકોની મુલાકાત કરી | A special campaign was conducted in Valsad district today, the Collector visited five polling stations

વલસાડ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 80 વર્ષથી વધુ ઉંમરના મતદાતાઓને મતદાન માટે પ્રેરિત કરવા વિનંતીપત્રો અપાયા

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લી દ્વારા તા.1લી ઓક્ટોબર 2022ની લાયકાત તારીખની ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અન્વયે તા.12 ઓગસ્ટ -22ના રોજથી શરૂ થયેલા કાર્યક્રમ હેઠળ તા. 21 ઓગસ્ટ 2022 (રવિવાર), તા. 28 ઓગસ્ટ -22 (રવિવાર), તા. 4 સપ્ટેમ્બર- 22(રવિવાર) અને તા.11 સપ્ટેમ્બર -22 (રવિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેએ આજે રવિવાર તા.4 સપ્ટેમ્બરના રોજ ખાસ ઝુંબેશ અંતર્ગત જિલ્લાની 178-ધરમપુર(અ.જ.જા.) અને 179 -વલસાડ વિધાનસભા મત વિસ્તારના 5 મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન માટે જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે સૂચનો કર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમની મુલાકાત દરમિયાન 80 વર્ષથી વધુ વયના મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા માટે વિનંતીપત્રો આપ્યા હતા.જેમાં 178- ધરમપુર મતવિસ્તારના ભૂતસર,વાંકલ અને ફલધરા તેમજ 179-વલસાડ મતવિસ્તારના શહેરી મતદાન મથકો જેમાં શહેરની આવાંબાઈ અને શેઠ. આર. જે. જે. હાઈસ્કૂલનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત કાર્યક્રમ સંદર્ભે વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ 5 વિધાનસભા બેઠકોના કુલ 1392 મતદાન મથકોએ તા. 4 સપ્ટેમ્બરના રોજ બુથ લેવલ ઓફિસરોની ઉપસ્થિતિમાં સવારે 10 કલાકથી સાંજના 5 કલાક સુધી મતદારયાદીમાં નામ દાખલ માટે ફોર્મ નં. 6, નામ કમી માટે ફોર્મ નં. 6-ખ, નામ સુધારા માટે ફોર્મ નં. 7 અને આધાર લીંક માટે ફોર્મ નં. 8 ભરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તા. 28 ઓગસ્ટ સુધીમાં ફોર્મ નં.6- 10,563, ફોર્મ નં. 6-ખ – 40,406, ફોર્મ નં.7- 2,881 અને ફોર્મ નં. 8 – 5787 એમ કુલ મળીને 59,637 ફોર્મ્સ મેળવવામાં આવ્યા હતા.જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન મથકોની મુલાકાતમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ પી. શાહ પણ સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم