Thursday, September 1, 2022

પાટણથી કંબોઈ સુધી સવારે નવી બસ શરૂ કરવા એસ.ટી. વિભાગમાં વિદ્યાર્થીઓએ માંગ કરી | ST to start new bus from Patan to Kamboi in the morning. Students in the department demanded

પાટણ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પાંચ જેટલા ગામોના વિદ્યાર્થીઓને અવર-જવર કરવામાં મુશ્કેલી

પાટણથી શિહોરી હાઇવે ઉપર પાટણથી કંબોઈ સુધીના ગામ વિદ્યાર્થીઓને મુસાફરી કરવા માટે મુશ્કેલી પડતી હોય એસટી વિભાગ દ્વારા સ્પેશિયલ કંબોઈ સુધી વહેલી સવારે નવીન બસ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે પાંચ ગામના વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે મળી એસટી ડેપો વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી.

એસટી વિભાગમાં રજૂઆત
પાટણ શિહોરી હાઇવે ઉપર હાલમાં બનાસ નદીના કારણે રસ્તો બંધ હોય બસ સહિત અન્ય વાહનો કંબોઈથી વાયા સરીયદ ઉબરી થઈને પસાર થતા હોય પાટણથી કંબોઈ સુધીના ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓને મુસાફરી કરવા માટે ભારે હાલાકી પડી રહેલ હોય એસટી વિભાગ દ્વારા સવારે 6:30 વાગે સ્પેશિયલ કંબોઈ – વાયડ – મેલુસણ – નાયતા – કાંસા – પાટણ રૂટ ઉપર વહેલી સવારે બસ શરૂ કરવામાં આવે તેવી આ ગામના વિદ્યાર્થીઓ તેમજ એબીપીના કાર્યકરો દ્વારા ગુરુવારે એસટી વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.