Surat: વિસર્જનના દિવસે બીઆરટીએસ બસ સેવાના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર | Surat: BRTS bus service timings changed on dissolution day

વિસર્જનપ્રક્રિયાને લઈને તંત્ર દ્વારા પણ પુરેપુરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન યાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્તથી લઈને કૃત્રિમ તળાવનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે.

Surat: વિસર્જનના દિવસે બીઆરટીએસ બસ સેવાના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

Surat: BRTS bus service timings changed on dissolution day

સુરત મહાનગરપાલિકા (Surat ) દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને બી.આર.ટી.એસ(BRTS). બસ તેમજ સીટી બસની સુવિધા પુરી પાડવામાં આવી રહેલ છે. જોકે 9 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ગણપતિ વિસર્જન યાત્રાનો કાર્યક્રમ હોવાથી પુરા શહેરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાં બાહર પાડીને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો ગણપતિ વિસર્જન યાત્રા દરમ્યાન સવારે કલાક 7 કલાક થી ગણપતિજીની મૂર્તિ વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેથી પાલિકા દ્વારા બીઆરટીએસ અને સીટી બસ સેવાના સમયમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.

બસ સેવાના સમયમાં કરાયો આ ફેરફાર

સુરત મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આવતીકાલે ગણેશ વિસર્જન યાત્રા હોવાથી ગણેશ વિસર્જનનાં દિવસે સીટીબસ તથા બીઆરટીએસનાં ઓપરેશનમાં મુશ્કેલીઓ પડવાની પુરેપુરી સંભાવના હોય બસોનું ઓપરેશન ચાલુ રાખવું મુશ્કેલ ભર્યુ હોવા છતાં જાહેર જનતાને અગવડતા ન પડે તે માટે બસ સેવા ચાલુ રહેશે. જોકે તેના નિયમિત સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સવારે 11 વાગ્યા સુધી જ બસ ઓપરેશન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુમાં જણાવી દઈએ કે પાલિકા દ્વારા શહેરમાં 55 જેટલા રૂટ પર બસ સેવા કાર્યરત છે અને પ્રતિદિન હજારો નાગરિકો સેવાનું લાભ લઈ રહ્યા છે. ત્યારે આ વખતે ગણેશ ઉત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે અને શુક્રવારના રોજ ગણેશ વિસર્જન યાત્રા યોજનાર છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાશે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને અને નાગરિકોને કોઈ પ્રકારની અવગડતા કે તકલીફ ના પડે તેનું ધ્યાન રાખીને બસ સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વિસર્જનપ્રક્રિયાને લઈને તંત્ર દ્વારા પણ પુરેપુરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન યાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્તથી લઈને કૃત્રિમ તળાવનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે પાંચ ફૂટ કરતા મોટી મૂર્તિઓ વધુ બિરાજમાન થયેલી હોય સૌથી વધુ વિસર્જન હજીરા રોડ તરફ થવાની સંભાવના છે. જેથી આ રોડ પર પણ વિશેષ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

أحدث أقدم