Surat : ક્રાઇમ બ્રાન્ચે શ્રીમંત પરિવારના ચોરીના રવાડે ચઢેલા યુવાનની ધરપકડ કરી, મોજશોખ પુરા કરવા કરી હતી ચોરી | Surat Crime branch arrested a young man who was involved in stealing from rich family he stole for fun

સુરતના(Surat) સીટીલાઈટ સ્થિત આવેલા નેમિનાથ એપાર્ટમેન્ટમાં થોડા દિવસો પહેલા 21.07 લાખની ચોરી(Theft)  થઇ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ(Crime)  બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે.પોલીસે ચોરી કરનાર યુવકને ઝડપી પાડ્યો છે.ત્યા

Surat : ક્રાઇમ બ્રાન્ચે શ્રીમંત પરિવારના ચોરીના રવાડે ચઢેલા યુવાનની ધરપકડ કરી, મોજશોખ પુરા કરવા કરી હતી ચોરી

Surat Crime Branch Arrest Theft Accused

સુરતના(Surat) સીટીલાઈટ સ્થિત આવેલા નેમિનાથ એપાર્ટમેન્ટમાં થોડા દિવસો પહેલા 21.07 લાખની ચોરી(Theft)  થઇ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ (Crime)  બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે.પોલીસે ચોરી કરનાર યુવકને ઝડપી પાડ્યો છે.ત્યારે જાણવા મળ્યું કે યુવક પોતે શ્રીમંત અને ખુબજ સારા ઘરના પરિવાર માંથી આવે છે. કરોડો રૂપિયાના બંગલામાં રહે છે છતાં ચોરી કરતો હતો.આ યુવક ખરાબ મિત્રોની સંગતમાં પોતાના મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડી ગયો હતો તેમ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

સોનાના ડાયમંડ ઝડીત દાગીના મળી કુલ 21.07 લાખની મત્તા ચોરી કરી ફરાર

સુરતમાં ગત 19 ઓગસ્ટના રોજ સીટીલાઈટ ખાતે આવેલા નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંક રાજેન્દ્રકુમાર શાહના ઘરમાં ચોરી થઇ હતી. અજાણ્યો યુવક કાચની બારીનું સ્લાઈડીગ લોક તોડી ઘરમાં પ્રવેશ્યો હતો અને ઘરમાંથી સોનાના ડાયમંડ ઝડીત દાગીના મળી કુલ 21.07 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની પીએસઆઇ સિંધા ની ટીમે બાતમીના આધારે અલથાણ ખાતે માન સરોવર બંગ્લોઝમાં રહેતા સુમિત તુલસીસિંગ રાજપૂતને ઝડપી પાડ્યો છે.રૂપિયા 21 લાખની ચોરીના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડેલ સુમિત રાજપુતનું પરિવાર લક્ઝરીયસ લાઈફ જીવે છે. અલથાણ ખાતે આવેલા કરોડોની કિંમતના માન સરોવર બંગલામાં રહે છે. પરિવાર ટેક્સટાઇલનો બિઝનેસ કરે છે. પિતા નથી પરંતુ બે ભાઈ ટેક્સટાઇલના વેપારી છે.તેમના ભાઈએ તુલસી સિંહ રાજપુતને ટેક્સટાઇલ પેપરમાં સેટ કરવા કાપડની દુકાન પણ કરી આપી હતી. પરંતુ તે વ્યવસ્થિત ચાલી ન શકતા બંધ કરી દીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી ખરાબ મિત્રોની સંગતમાં અને પોતાના મોજશોખ પુરા કરવા સારું ચોરીના રવાડે ચડી ગયો હતો. આરોપી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે તે સારા ઘરનો છોકરો છે અને કોલેજ પૂર્ણ કર્યા બાદ તેણે પોતાનો ધંધો શરુ કર્યો હતો પરંતુ તેમાં તે સફળ રહ્યો ના હતો અને તે ચાર છ મહિનાથી બેકાર હતો. અને આખરે ખરાબ મિત્રોની સંગત અને પોતાના મોજશોખ પુરા કરવા તે ચોરીના રવાડે ચડી ગયો હતો. અને તેણે આ ચોરી કરી હતી.ડીસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 7.70 લાખના સોના ચાંદીના દાગીના, એક મોબાઈલ, એક બાઈક તેમજ રોકડા રૂપિયા 21 હજાર મળી કુલ 8.31 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

أحدث أقدم