પહેલી T20માં ભારતે દ.આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું

[og_img]

  • રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના જ પોવિલીયન ભેગો 
  • વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી આઉટ થયો
  • સુર્યકુમાર યાદવ-કેએલ રાહુલની મજબુત પાર્ટનરશીપ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાને 107 રનનો ટાર્ગેટ મળ્યો છે. સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 106 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. તો દીપક ચહર અને હર્ષલ પટેલને 2-2 વિકેટ મળી હતી. અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી. આર.અશ્વિને 4 ઓવરમાં માત્ર 8 રન જ દીધા હતા. સાઉથ આફ્રિકાના કુલ 4 બેટરો ઝીરોમાં આઉટ થયા હતા. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ કેશવ મહારાજે 35 બોલમાં 41 રન કર્યા હતા. એડન મર્કરમે 25 અને વેઈન પર્નેલે 24 રન બનાવ્યા હતા.

ભારતની મજબુત બોલિંગ


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની પહેલી મેચમાં ભારતે શાનદાર બોલિંગ કરતા પહેલી દસ ઓવરમાં આફ્રિકાના 6 બેટ્સમેનોને પોવિલીયન ભેગા કરી દીધા હતા. ભારતના ફાસ્ટ બોલરો અર્શદીપ સિંહ, દીપક ચાહર અને હર્ષલ પટેલે દમદાર બોલિંગ કરી હતી. અર્શદીપે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ચટકાવી હતી, જ્યારે દીપક ચાહરે બે અને હર્ષલ પટેલે એક વિકેટ ઝડપી હતી.

ટોસ જીત પહેલા બોલિંગ કરવાનો નિર્ણય

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની પહેલી મેચ રમાશે. મેચ પહેલા બંને ટીમોના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં ભારતીય કેપ્ટન સોહિત શર્માએ ટોસ જીત પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણ આફ્રિકાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બંને ટીમોની પ્લેઇંગ 11

ભારતઃ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, દીપક ચહર, અર્શદીપ સિંહ

દક્ષિણ આફ્રિકા:

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રિલી રોસોઉ, એડન માર્કરામ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઇન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિચ નોર્ટજે, તબરેઝ શમ્સી

أحدث أقدم