T20 World Cup 2022: ઈંગ્લેન્ડ પર 6 કલાકમાં જ મુસીબત તૂટી, બહાર થયો આ સુપર સ્ટાર ખેલાડી | Jonny Bairstow injured out of T20 World Cup 2022 and 3rd ENG vs SA test England Cricket Team ECB

ઈજાને કારણે જોની બેયરિસ્ટો (Jonny Bairstow) 8 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં રમી શકશે નહીં, જ્યારે તે પાકિસ્તાનના પ્રવાસ પરની T20 શ્રેણીમાંથી પણ બહાર થઈ જશે.

T20 World Cup 2022: ઈંગ્લેન્ડ પર 6 કલાકમાં જ મુસીબત તૂટી, બહાર થયો આ સુપર સ્ટાર ખેલાડી

Jonny Bairstow પાકિસ્તાન પ્રવાસે પણ નહીં જઈ શકે

ICC T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માટે ટીમની જાહેરાત કર્યાના માત્ર 6 કલાકમાં જ ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન જોની બેયરિસ્ટો (Jonny Bairstow) ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડે (England Cricket Team) શુક્રવાર, 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના પ્રવાસ અને T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી હતી અને બેયરિસ્ટો બંને ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતો. પછી મોડી સાંજે, ECB એ બેયરિસ્ટોની ઈજા વિશે અપડેટ આપ્યું, જેણે ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી છે.

બેયરિસ્ટો અને ઇંગ્લેન્ડ માટે ગોલ્ફ વિલન બન્યુ

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે બેયરસ્ટો ગોલ્ફ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ECBએ કહ્યું, “ઇંગ્લેન્ડ અને યોર્કશાયરના બેટ્સમેન જોની બેરસ્ટોને ICC T20 વર્લ્ડ કપ અને બાકીના સમર (ઇંગ્લેન્ડની ક્રિકેટ સીઝન) થી બહાર થઇ ગયો છે. શુક્રવારે લીડ્ઝમાં ગોલ્ફ રમતી વખતે બેયરિસ્ટોના પગના નીચેના અંગ (Lower Limb) માં ઈજા થઈ હતી. તે ઈજાની સંપૂર્ણ સ્થિતી જાણવા માટે આવતા અઠવાડિયે નિષ્ણાતને મળશે.

ત્રીજી ટેસ્ટમાંથી બહાર

T20 વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડને આવતા અઠવાડિયે દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટ પણ રમવાની છે. તે જ સમયે, પાકિસ્તાન પ્રવાસ પર 7 મેચોની T20 શ્રેણી પણ રમવાની છે. બેયરિસ્ટો હવે આ તમામ મેચમાંથી બહાર છે. ઈંગ્લેન્ડે હાલમાં વિશ્વ કપની ટીમમાં બેયરિસ્ટોની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીનો સમાવેશ કર્યો નથી, પરંતુ ત્રીજી ટેસ્ટ માટે બેયરિસ્ટોના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે. બોર્ડે જણાવ્યું હતું કે, “નોટિંઘમશાયરના બેટ્સમેન બેન ડકેટને કિયા ઓવલ ખાતે આવતા ગુરુવારથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.”

બેયરિસ્ટો સારા ફોર્મમાં ચાલી રહ્યો હતો

બેયરિસ્ટો છેલ્લા કેટલાક અઠવાડિયાથી જબરદસ્ત ફોર્મમાં છે. બેયરિસ્ટોએ ન્યૂઝીલેન્ડ અને ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં રનનો વરસાદ કર્યો હતો. આવી સ્થિતિમાં ઇંગ્લિશ ટીમને વર્લ્ડ કપમાં ઘણી આશાઓ હતી. એટલું જ નહીં, ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપ માટે તેના નિયમિત ઓપનર જેસન રોયને પડતો મૂક્યો હતો અને બેયરિસ્ટો કેપ્ટન જોસ બટલરની સાથે ઓપનિંગમાં ઉતરે તેવી શક્યતા હતી. હવે ઈંગ્લેન્ડે પોતાની રણનીતિ બદલવી પડશે.

Previous Post Next Post