T20 વર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત, બે સ્ટાર ખેલાડીઓ થયા બહાર

[og_img]

  • ઈંગ્લેન્ડે T20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી
  • સ્ટાર ખેલાડીઓ જેસન રોય-જોફ્રા આર્ચરને ટીમમાં જગ્યા ન મળી
  • ઈંગ્લેન્ડે ટીમમાં ત્રણ ખેલાડીઓને રિઝર્વમાં રાખ્યા

આ વર્ષે T20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ 29 દિવસ સુધી ચાલશે, જેની ફાઈનલ એટલે કે ટાઈટલ મેચ 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે. ઈંગ્લેન્ડે વર્લ્ડકપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં ત્રણ ખેલાડીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.

15 સભ્યોની ટીમની જાહેરાત કરી

ઈંગ્લેન્ડે આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડકપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં ત્રણ ખેલાડીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બેટ્સમેન જેસન રોયની સાથે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને ટીમમાં જગ્યા મળી નથી.

16 ઓક્ટોબરથી T20 વર્લ્ડકપ

આ વર્ષે T20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ 29 દિવસ સુધી ચાલશે, જેની ફાઈનલ એટલે કે ટાઈટલ મેચ 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે. ચાહકો આ ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન સિરીઝ

ઈંગ્લેન્ડે જે ટીમની જાહેરાત કરી છે તે T20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી પણ રમશે. આ સિવાય ઈંગ્લેન્ડે પણ પાકિસ્તાન સામેની T20 સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડની ટીમે 20 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી પાકિસ્તાન સામે 7 મેચની T20 શ્રેણી રમવાની છે. આ પછી ઈંગ્લેન્ડની ટીમ 9 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી રમશે.

જેસન રોય ખરાબ ફોર્મના કારણે બહાર

જેસન રોય આ દિવસોમાં ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં પણ વધુ પ્રદર્શન કર્યું નથી. છેલ્લો T20 વર્લ્ડકપ 2021માં UAEમાં રમાયો હતો. ત્યારથી જેસન રોયે 11 T20 રમી છે, જેમાં તેણે માત્ર 206 રન બનાવ્યા છે. જ્યારે જોફ્રા આર્ચર લાંબા સમયથી ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. તે ઈજાના કારણે ટીમની બહાર ચાલી રહ્યો છે.

T20 વર્લ્ડકપ અને ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ:

જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોનાથન બેરસ્ટો, હેરી બ્રુક, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ

રિઝર્વ ખેલાડીઓ: ટાઇમલ મિલ્સ, લિયામ ડોસન અને રિચાર્ડ ગ્લેસન.

પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમઃ

જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, હેરી બ્રુક, સેમ કુરાન, જોર્ડન કોક્સ, બેન ડકેટ, લિયામ ડોસન, રિચર્ડ ગ્લેસન, ટોમ હેલ્મ, વિલ જેક્સ, ડેવિડ મલાન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, ઓલી સ્ટોન, રીસ ટોપલી, ડેવિડ વિલી , ક્રિસ વોક્સ, લ્યુક વુડ, માર્ક વુડ

Previous Post Next Post