ભારતે તોડ્યો પાકિસ્તાનનો વર્લ્ડરેકોર્ડ, T20માં આવું કરનાર વિશ્વની પ્રથમ ટીમ બની

[og_img]

  • ભારતે કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો
  • 2022માં કુલ 28 T20 મેચોમાં ભારતે રેકોર્ડ 21 જીત હાંસલ કરી
  • 2021માં પાકિસ્તાનની 20 જીતીનો તોડ્યો રેકોર્ડ

હૈદરાબાદમાં આ જીત સાથે ભારતે 2022માં રમાયેલી તેની 28 મેચોમાં રેકોર્ડ 21મી જીત હાંસલ કરી કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

T20માં ભારતે જીતનો રેકોર્ડ બનાવ્યો

રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે રવિવારે ત્રીજી અને અંતિમ T20માં એરોન ફિન્ચની ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે, તેણે શ્રેણી (IND vs AUS) 2-1થી જીતી લીધી. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની અડધી સદીના આધારે ભારતીય ટીમે એક બોલ બાકી રહેતા આ રોમાંચક મેચ જીતી લીધી હતી.

પાકિસ્તાનનો વર્લ્ડરેકોર્ડ તોડી નાખ્યો

T20 વર્લ્ડકપ 2022ના યજમાન અને વર્તમાન વિશ્વ ચેમ્પિયન પર શાનદાર જીત સાથે ભારતે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં પાકિસ્તાનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો અને નવો રેકોર્ડ બનાવ્યો હતો. હૈદરાબાદમાં આ જીત સાથે ભારતે 2022માં રમાયેલી તેની 28 મેચોમાં રેકોર્ડ 21મી જીત હાંસલ કરી (કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીત). ભારતે એક કેલેન્ડર વર્ષમાં 21 T20 મેચ જીતીને બાબર આઝમની પાકિસ્તાન ટીમને હરાવી છે. પાકિસ્તાને 2021 સીઝનમાં 20 મેચ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો.

સૂર્યકુમાર-કોહલીએ અડધી સદી ફટકારી

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટિમ ડેવિડ (54 રન) અને કેમરોન ગ્રીન (52 રન)ની અડધી સદીના આધારે 20 ઓવરમાં 186-7 રન બનાવ્યા હતા. જવાબમાં, પાવરપ્લેમાં ઓપનર રોહિત અને કેએલ રાહુલે વિકેટ ગુમાવ્યા બાદ ભારતે શાનદાર વાપસી કરી હતી. કોહલી અને સૂર્યકુમારે શાનદાર ઇનિંગ્સ રમીને યજમાન ટીમને જીતનો દોર નક્કી કર્યો હતો. જ્યારે સૂર્યકુમાર અને કોહલીએ અડધી સદી ફટકારી હતી, તો હાર્દિક પંડ્યાએ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના કારણે ભારતે છેલ્લી ઓવરના રોમાંચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ભારતીય બેટ્સમેન સૂર્યકુમારને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

કેપ્ટન રોહિતની સતત નવમી T20 સિરીઝ જીત

આ સાથે ટીમ ઈન્ડિયાએ રોહિતના કેપ્ટન બન્યા બાદ સતત નવમી T20 સિરીઝ જીતી છે. રોહિતની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા હવે ત્રણ મેચની T20 શ્રેણી (IND vs SA શ્રેણી)માં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. રોહિત એન્ડ કંપની તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે શ્રેણીની પ્રથમ મેચમાં પ્રોટીઝની યજમાની કરશે.

أحدث أقدم