ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડકપમાંથી બહાર: સૂત્ર

[og_img]

  • ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડકપ અભિયાનને મોટો ઝટકો
  • જસપ્રીત બુમરાહ ઈજાના કારણે T20 વર્લ્ડકપમાંથી બહાર
  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ આપી માહિતી

T20 વર્લ્ડકપ 2022 પહેલા ભારતીય ટીમ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ આ માહિતી આપી છે.

T20 વર્લ્ડકપ અભિયાનને મોટો ફટકો

ઈજાના કારણે તે એશિયા કપમાં પણ રમી શક્યો ન હતો. અહીં તેની ગેરહાજરીની અસર એ થઈ કે ભારત ફાઇનલમાં ન પહોંચી શક્યું અને બોલિંગ સૌથી મોટી નબળાઈ સાબિત થઈ. આવી સ્થિતિમાં તેની ગેરહાજરીથી ભારતના T20 વર્લ્ડકપ અભિયાનને મોટો ફટકો પડ્યો છે.

આફ્રિકા સામેની T20માં ટીમથી બહાર

આ પહેલા ભારતીય ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલમાં પણ રમી શક્યા ન હતા. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે બુમરાહને ઈજા થઈ છે.

23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મુકાબલો

MCGમાં ભારત અને પાકિસ્તાન 23 ઓક્ટોબરે ટકરાશે. બંને ટીમોની આ પ્રથમ મેચ પણ હશે. ભારત દ્વારા રમાયેલા છેલ્લા વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું અને સેમીફાઈનલમાં પણ પહોંચી શક્યું ન હતું.

Previous Post Next Post