આ ખેલાડીઓ T20 વર્લ્ડકપમાં જસપ્રીત બુમરાહનું સ્થાન લઈ શકે છે!

[og_img]

  • જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડકપમાંથી બહાર: સૂત્ર
  • બુમરાહનું બહાર થવું ભારતીય ટીમ માટે મોટો ઝટકો
  • શમી-દીપક ચાહર-સિરાજ બુમરાહનું સ્થાન લેવા રેસમાં

BCCIના સુત્રો અનુસાર ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહનું બહાર થવું ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે. બુમરાહ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં પણ રમી શક્યો ન હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે બુમરાહની જગ્યાએ ક્યા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવે છે.

23 ઑક્ટોબરે પ્રથમ મુકાબલો

T20 વર્લ્ડકપ 2022 ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયાની ધરતી પર આયોજિત થવાનો છે. આ મેગા ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજા અને કમરના સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહનું બહાર થવું ટીમ ઈન્ડિયા માટે બિલકુલ સારા સમાચાર નથી.

ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું

જસપ્રીત બુમરાહના બહાર થયા બાદ ટીમ ઈન્ડિયાનું ટેન્શન ઘણું વધી ગયું છે. હવે ભારતીય ટીમે પણ બુમરાહનું સ્થાન શોધવું પડશે.બુમરાહની જગ્યાએ કયા ખેલાડીને ટીમમાં સામેલ કરવાની તક મળે છે તે જોવું રસપ્રદ રહેશે. એક વાત તો સ્પષ્ટ છે કે ટીમમાં ફાસ્ટ બોલરને જ સામેલ કરવામાં આવશે. આવો જાણીએ એવા ખેલાડીઓ વિશે જે બુમરાહનું સ્થાન લઈ શકે છે.

1. મોહમ્મદ શમીઃ

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાય પ્લેયર્સમાં પસંદ કરવામાં આવ્યો હતો. કોવિડ-19 પોઝિટિવ હોવાને કારણે શમી ઓસ્ટ્રેલિયાની સાથે સાત દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં ભાગ લઈ શક્યો ન હતો. પરંતુ હવે તે કોવિડ-19માંથી સાજો થઈ ગયો છે, જે એક રીતે ભારત માટે સારા સમાચાર છે. હવે શમી જસપ્રિત બુમરાહના સ્થાનનો સૌથી મોટો દાવેદાર છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર શમીનો અનુભવ ટીમ માટે કામમાં આવી શકે છે. શમીએ તેની છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ ગયા વર્ષે વર્લ્ડ કપમાં રમી હતી.

2. દીપક ચાહર:

ફાસ્ટ બોલર દીપક ચાહરને T20 વર્લ્ડકપ માટે સ્ટેન્ડ બાય તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. એશિયા કપમાં દીપક ચાહર પણ સ્ટેન્ડબાય હતો, પરંતુ અવેશ ખાનની તબિયત ખરાબ થતાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં દીપક ચાહરે શાનદાર દેખાવ કર્યો હતો અને તેણે અર્શદીપ સાથે મળીને આફ્રિકન ટીમની કમર તોડી નાખી હતી. દીપક બેટમાં પણ યોગદાન આપવામાં નિષ્ણાત છે, તેથી તે બુમરાહ માટે પણ સારો વિકલ્પ બની શકે છે.

ઉમેશ યાદવ-શાર્દુલ ઠાકુર પણ સારા વિકલ્પ

મોહમ્મદ શમી અને દીપક ચાહર સિવાય ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર પણ સારા વિકલ્પ સાબિત થઈ શકે છે. મોહમ્મદ શમીના કોવિડ-19 પોઝિટિવ મળ્યા બાદ ઉમેશ યાદવની ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ઉમેશને ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ T20 મેચ રમવાની તક મળી હતી જેમાં તેણે બે વિકેટ ઝડપી હતી. ઉમેશ પાસે ઘણો અનુભવ પણ છે અને તે ઓસ્ટ્રેલિયાની પીચો પર અસરકારક સાબિત થઈ શકે છે.

મોહમ્મદ સિરાજ પણ પ્રબળ દાવેદાર

શાર્દુલ ઠાકુરની વાત કરીએ તો, તેણે ભારત-A માટે શાનદાર પ્રદર્શન કર્યું અને ન્યુઝીલેન્ડ-A સામે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. શાર્દુલે ત્રણ મેચમાં 24.50ની એવરેજથી ચાર વિકેટ લીધી હતી. એટલું જ નહીં, તેણે બેટથી યોગદાન આપ્યું અને ત્રીજી વનડેમાં અડધી સદી ફટકારી. આ સિવાય મોહમ્મદ સિરાજ પણ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. સિરાજે ઓસ્ટ્રેલિયા સામેની ગાબા ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતને શાનદાર જીત અપાવી હતી, જે આજે પણ ભારતીય ચાહકોના મનમાં છે.

T20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડ બાય: શ્રેયસ અય્યર, મોહમ્મદ શમી, દીપક ચાહર