Vadodara: મોટા ફોફળિયા ગામની સામાજિક સંસ્થાની ઉમદા કામગીરી, શાળાની ઈમારત જર્જરિત બનતા વિદ્યાર્થીઓને ખોલી આપ્યા સુવિધાસભર વર્ગખંડો | Vadodara: The noble work of the social organization of Mota Phofaliya village, the school building which is becoming dilapidated has opened up the comfortable classrooms to the students

Vadodara: શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામના શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટે વિદ્યાર્થીઓને તેમની સંસ્થાના સુવિધાસભર રૂમો ખોલી આપ્યા છે. ગામની શાળાની ઈમારત 140 વર્ષ જૂની હોવાથી ખખડધજ બની હતી. જેને પગલે વિદ્યાર્થીઓને શાળા ખાલી કરવાની હોવાથી સામાજિક સંસ્થાએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે હેતુથી તેમના રૂમોમાં વિદ્યાર્થીઓને ભણવાની વ્યવસ્થા કરી આપી છે.

Vadodara: મોટા ફોફળિયા ગામની સામાજિક સંસ્થાની ઉમદા કામગીરી, શાળાની ઈમારત જર્જરિત બનતા વિદ્યાર્થીઓને ખોલી આપ્યા સુવિધાસભર વર્ગખંડો

મોટા ફોફળિયા

વડોદરા(Vadodara) જિલ્લાના શિનોર (Shinor)તાલુકામાં આવેલા મોટા ફોફળિયા ગામે શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટે(Charitable Trust) પ્રાથમિક શાળા ચલાવવા માટે તેમના રૂમો ખોલી આપ્યા છે. અહીં બાળકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે છે. ગામની શાળાનું મકાન 140 વર્ષ જેટલુ જૂનુ હતુ અને ખખડધજ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ અકસ્માતના જોખમ હેઠળ ભણતા હતા. નવા મકાનના બાંધકામ માટે શાળા ખાલી કરવી પડે તેમ હતી. અન્ય બે-ત્રણ વૈકલ્પિક જગ્યાઓ મળી પરંતુ તે અનુકૂળ ન હતી. જગ્યા નાની હોવાથી વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં વિશેષ તકલીફ વર્તાતી હતી. જો કે જીતુભાઈ અને શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટે સહ્રદયતા બતાવતા આ મુશ્કેલી હલ થઈ અને 200 વિદ્યાર્થીઓને અભ્યાસ સચવાયો છે. શાળાના શિક્ષિકા અંજના સોલંકીના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા ઉપરાંત ટ્રસ્ટે આપેલા ગણવેશથી વિદ્યાર્થીઓના ચહેરા પર પણ સ્મિત પ્રસર્યુ છે.

ચેરિટેબલ સંસ્થાએ આપેલા વર્ગખંડોમાં કોમ્પ્યુટર લેબની પણ છે સુવિધા

આ ચેરિટેબલ સંસ્થાએ ઉપલબ્ધ કરાવેલા વર્ગખંડો ડિજિટલ શિક્ષણની સુવિધાઓથી પણ સજ્જ છે. એટલુ જ નહીં ટ્રસ્ટે વિદ્યાર્થીઓને નવો ગણવેશ અને જૂતા આપ્યા છે. આ કામચલાઉ પરંતુ વિશાળ વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ મોકળાશથી અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને આ સ્થળે એટલુ ફાવી ગયુ છે કે હવે નવી ઈમારતોના નવા વર્ગખંડોમાં ગમશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. આ પ્રાથમિક શાળાના 1 થી 8 ધોરણમાં માત્ર મોટા ફોફળિયા નહીં પરંતુ નજીકના સીમળી અને અંબાલીના બાળકો પણ ભણે છે. એટલે જ આ ટ્રસ્ટની કામચલાઉ વ્યવસ્થાની ઉદારતાથી અન્ય ગામોના વિદ્યાર્થીઓનુ શિક્ષણ સચવાયુ છે.

જીતુભાઈ પટેલ જણાવે છે કે અમે માત્ર વર્ગખંડોની સુવિધા આપીને અટક્યા નથી. આ વિદ્યાર્થીઓને અમારુ રમતનું મેદાન, કોમ્પ્યુટર લેબ, અને અને અન્ય શૈક્ષણિક સુવિધાઓનો ઉપયોગ કરવાની પણ છૂટ આપવામાં આવી છે. તેઓ જણાવે છે કે ગામનું શૈક્ષણિક ભવિષ્ય ઉજ્જવળ રહે એના આશય સાથે વિનામૂલ્યો આ સગવડો ઉપલબ્ધ કરાવી છે.

આ ટ્રસ્ટ દ્વારા ગામમાં વરસાદી પાણીના સંરક્ષણ સહિત વિવિધ સમાજ ઉપયોગી કામો સતત કરવામાં આવે છે. સરકારી દવાખાનાના સંચાલનમાં સહયોગી બનીને ટ્રસ્ટે શહેરી ખાનગી હોસ્પિટલોમાં ન હોય તેવી અદ્યતન સુવિધાઓથી તેને સજ્જ કર્યું છે. આ પ્રકારની સંસ્થાઓનો ઉમદા સહયોગ મળે ત્યારે રાજ્ય સરકારના આદર્શ ગામની રચનાના પ્રયાસો નમૂનેદાર બને છે.

ઈનપુટ ક્રેડિટ- યુનુસ ગાઝી- વડોદરા

أحدث أقدم