Video: પાકિસ્તાની ક્રિકેટરનુ 'ગજબ' નુ નિવેદન, કહ્યુ-રોહિત શર્મા નહીં હોય ભારતીય ટીમનો કેપ્ટન | Asia Cup 2022 Rohit Sharma captaincy body language not positive says Pakistans Mohammad Hafeez

રોહિત શર્મા (Rohit Sharma) ના નામે આંતરરાષ્ટ્રીય T20 માં કેપ્ટન તરીકે સૌથી ઝડપી 30 મેચ જીતવાનો રેકોર્ડ નોંધાયેલો છે અને આવી સ્થિતિમાં હાફીઝનું નિવેદન હાસ્યાસ્પદ લાગે છે.

Video: પાકિસ્તાની ક્રિકેટરનુ 'ગજબ' નુ નિવેદન, કહ્યુ-રોહિત શર્મા નહીં હોય ભારતીય ટીમનો કેપ્ટન

Rohit Sharma સૌથી ઝડપી 30 મેચ જીતવાનો રેકોર્ડ ધરાવે છે

ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2022 (Asia Cup 2022) ના સુપર ફોર રાઉન્ડમાં કોઈપણ મુશ્કેલી વિના જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમે પહેલા પાકિસ્તાનને હરાવ્યું અને પછી હોંગકોંગને 40 રને હરાવીને બીજા રાઉન્ડ માટે ટિકિટ બુક કરી. રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાનીમાં સતત પ્રદર્શન કરી રહેલી ટીમ ઈન્ડિયાથી દરેક લોકો પ્રભાવિત છે, પરંતુ પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ આ સફળતાને કદાચ પચાવી શકશે નહીં. આ જ કારણ છે કે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફીઝે (Mohammad Hafeez) રોહિત શર્મા પર પ્રહાર કરતા તેની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવ્યા છે.

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝ આ દિવસોમાં એશિયા કપ મેચો પર પોતાની ટિપ્પણીઓને કારણે ચર્ચામાં છે. ભારત સામેની પ્રથમ મેચમાં પાકિસ્તાનની હાર બાદ હાફિઝે નવોદિત 19 વર્ષીય યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ પર નિશાન સાધ્યું હતું અને તેની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા. જેના કારણે ઘણા પાકિસ્તાની ફેન્સે તેને નિશાન બનાવ્યો હતો. હવે હાફિઝે ભારતીય કેપ્ટન રોહિત પર સવાલ ઉઠાવ્યા છે.

મુંઝવણમાં લાગતો હતો

ભારતે 31 ઓગસ્ટ, બુધવારે તેની બીજી મેચમાં હોંગકોંગને 40 રને હરાવ્યું હતું. આ મેચ બાદ રોહિત શર્માના એક વીડિયોનો ઉલ્લેખ કરતા હાફિઝે કહ્યું કે ભારતીય કેપ્ટનની બોડી લેંગ્વેજ ઘણી નબળી છે. પીટીવી પર એક ચર્ચામાં હાફિઝે આ નિવેદનનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટ કર્યો હતો. હાફિઝે કહ્યું, રોહિત શર્મા મેચ જીત્યા બાદ આવા અભિવ્યક્તિઓ ધરાવે છે. મેં કહ્યું હતું કે ટોસ દરમિયાન રોહિત શર્માની બોડી લેંગ્વેજ નબળી લાગી હતી. તે ગભરાયેલો દેખાતો હતો. મૂંઝવણમાં લાગતો હતો. તે રોહિત શર્મા દેખાતો નથી, જેને મેં શાનદાર ઇનિંગ્સ રમતા જોયા છે.

કહ્યુ- આઈપીએલમાં પણ લયમાં નહોતો

હાફિઝ અહીં જ અટક્યો નથી. તેણે ફરીથી રોહિતની બેટિંગ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તે કેપ્ટનશિપના દબાણમાં સારું રમી શકતો નથી અને ભવિષ્યમાં વધુ સમય સુધી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે નહીં. હાફિઝે કહ્યું, મને લાગે છે કે રોહિત શર્મા પર કેપ્ટન્સીનું દબાણ છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફોર્મ ઢોળાવ પર છે. આઈપીએલ સારી ન ચાલી. તેની લય પાછી આવતી નથી. તે પોઝિટિવ ક્રિકેટ રમશે તેવી ઘણી ચર્ચા છે, પરંતુ તે ટીમમાં અને રોહિતમાં દેખાતો નથી. મને લાગે છે કે રોહિત માટે ભવિષ્યમાં કેપ્ટનશિપ કરવી મુશ્કેલ છે. મને નથી લાગતું કે તે લાંબા સમય સુધી કેપ્ટન રહી શકશે.