الاثنين، 26 سبتمبر 2022

હાર્દિક પંડ્યા સાસુને મળવા પહોંચ્યો, જમાઈને પ્રથમવાર રુબરુ જોઈને ભેટી પડી નતાશાની માતા-Video | Hardik Pandya meets Natasha Stankovic parents share video on twitter and Viral

હાર્દિક પંડ્યા (Hardik Pandya) તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝનો હિસ્સો રહ્યો હતો. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચની T20 શ્રેણીમાં હરાવ્યું હતું. હાર્દિક તેની પત્નિ નતાશાના પરિવારને મળ્યો હોવાનો વિડીયો શેર કર્યો છે.

હાર્દિક પંડ્યા સાસુને મળવા પહોંચ્યો, જમાઈને પ્રથમવાર રુબરુ જોઈને ભેટી પડી નતાશાની માતા-Video

Hardik Pandya તેની સાસુને પ્રથમ વાર રુબરુ મળ્યો

હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં જ ઓસ્ટ્રેલિયા સાથે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમીને ફ્રી થયો છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા (Team India) એ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. આ શ્રેણીમાં પંડ્યાનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું. હવે તે તેના અન્ય પરિવારને મળવા માટે મુક્ત થયો છે. આ પરિવાર બીજું કોઈ નહીં પણ તેની પત્ની નતાશા (Natasha Stankovic) નો પરિવાર છે. પંડ્યાએ તેની પત્નીના પરિવારને મળતો વીડિયો શેર કર્યો છે.

પંડ્યાએ જે વીડિયો ટ્વીટ કર્યો છે તેમાં તે નતાશાની માતા એટલે કે પંડ્યાની સાસુને મળતો જોવા મળે છે. તેની સાસુ તેને જોઈને ખૂબ ખુશ થાય છે અને તે પછી તે પરિવારના બાકીના સભ્યોને મળે છે. પરિવારના બાકીના સભ્યો પણ તેને જોઈને ખુશ થઈ ગયા.

આવી રીતે દર્શાવી ખુશી

વીડિયો શેર કરતા પંડ્યાએ જણાવ્યું કે તે નતાશાના પરિવારને પહેલીવાર મળી રહ્યો છે. અત્યાર સુધી તે ફોન અને વીડિયો કોલ પર જ વાત કરતો હતો. તેણે લખ્યું, “વિડિયો અને ફોન કોલ પર વાત કરવાથી લઈને સામે મળવા સુધી. નતાશાના પરિવારને (જે હવે મારું પણ છે) પહેલીવાર મળવું અદ્ભુત હતું. આ ક્ષણો અદ્ભુત છે.”

મને ખબર હતી કે તે આવશે

પંડ્યા જેવો પોતાની સાસુની સામે આવે છે કે તેઓ તેને ગળે લગાવી લે છે. તેને જોઈને તે કહે છે, “મને ખબર હતી કે તે ચોક્કસ આવશે. મને ખબર હતી કે તે આજે આવશે. મેં સાંભળ્યું હતું મને જોવા દો. તમે ખૂબ જ સુંદર છો.”

દક્ષિણ આફ્રિકા સામે નહીં ઉતરે

પંડ્યાની દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં પસંદગી કરવામાં આવી નથી. આ દરમિયાન તે NCAમાં પણ જશે. પંડ્યાએ આ વર્ષે જે પ્રદર્શન કર્યું છે તે શાનદાર રહ્યું છે. તેની કપ્તાનીમાં પ્રથમ વખત IPL રમનાર ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. ત્યારપછી પંડ્યાએ જે કમબેક કર્યું છે તે પ્રશંસનીય રહ્યું છે. તે બેટ્સમેન અને બોલર બંને રોલમાં શાનદાર કામ કરી રહ્યો છે. વર્લ્ડ કપની દૃષ્ટિએ તે ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.