આવા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા (Social Media) પર પણ વાયરલ થતા હોય છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ વહેતી નદીમાંથી કાર પસાર કરતો જોવા મળી રહ્યો છે.
Image Credit source: Instagram
વહેતી નદી જેટલી સુંદર લાગે છે એટલી જ ખતરનાક પણ છે. જેમને તરવાનું આવડતું નથી, તેણે ભૂલીથી પણ નદીમાં પ્રવેશવું જોઈએ નહીં, જો કે લોકો નદી કિનારે મજા કરતા જોવા મળે છે. ઘણા લોકો એવા પણ છે કે જેઓ પોતાના વાહનોને નદીમાં ઉતારીને પોતાનો જીવ જોખમમાં મુકે છે. આવા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા (Social Media) પર પણ વાયરલ થતા હોય છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ વહેતી નદીમાંથી કાર પસાર કરતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે નદીનો પ્રવાહ કેટલી ઝડપથી વહી રહ્યો છે અને એક વ્યક્તિ તેની કારને આ પ્રવાહની વચ્ચે નદીમાં ઉતારી દે છે. પછી કાર નદી પાર કરવાનો પ્રયાસ કરવા લાગે છે. આ દરમિયાન, કાર અટકી જાય છે, મોજા તેને પોતાની સાથે લઈ જવા માંગે છે, પરંતુ કાર ચાલક જરા પણ ડગમતો નથી. તે ધીમે ધીમે શાંતીથી કારને આ બાજુથી બીજી બાજુ સુરક્ષિત રીતે લઈ જાય છે. આવા સ્થળોએ વાહન ચલાવવું બિલકુલ સરળ નથી. આમાં ખતરો ઘણો વધારે છે. કારની સાથે માનવ જીવન પણ જોખમમાં છે. તમે આવું જોખમ ન લો તે વધુ સારું છે, નહીં તો તે જીવલેણ બની શકે છે.
આ આશ્ચર્યજનક વીડિયો સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર planetart_ નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 2 મિલિયન એટલે કે 20 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 31 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.
કેટલાક કાર ચાલકને ‘બહાદુર’ કહી રહ્યા છે, કેટલાક કહી રહ્યા છે કે આ ગાંડપણ છે, તો કેટલાક પૂછી રહ્યા છે કે આ ખતરનાક નજારો ક્યાંનો છે. ત્યારે એક વપરાશકર્તા કહે છે કે ‘મને ખબર નથી કે લોકો આવું કેમ કરે છે.. તે કાર છે બોટ નથી’.