Sunday, September 25, 2022

Viral Video : 'ઓ ઓ અન્તવા' સોન્ગ પર દુલ્હનના પિતાએ કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો | Viral Video Bride father danced on Antwa song people were stunned after watching video

સોશિયલ મીડિયા પર તમે લગ્નમાં થતા ડાન્સના એકથી એક ચઢિયાતા ડાન્સ વીડિયો જોયા હશે, પણ હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. તેવો વીડિયો તમે ભાગ્યે જ પહેલા જોયો હશે. આ વીડિયોમાં એક કાકા લગ્નમાં ડાન્સ કરતા જોવા મળે છે.

Viral Video : 'ઓ ઓ અન્તવા' સોન્ગ પર દુલ્હનના પિતાએ કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો

Bride father dance Viral Video

Image Credit source: Instagram

Father Dancing On Daughter’s Wedding: લગ્ન એ દરેકના જીવનનો મહત્ત્વનો પ્રશંગ હોય છે. 2 પરિવારો તેને એક ઉત્સવની જેમ ઉજવે છે. જેથી દુલ્હન અને દુલ્હા માટે તેમના લગ્ન યાદગાર બને. લગ્નમાં સંગીત સંધ્યામાં અને વરઘોડામાં ડાન્સ કરીને ઉજવણી કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તમે લગ્નમાં થતા ડાન્સના એકથી એક ચઢિયાતા ડાન્સ વીડિયો જોયા હશે, પણ હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. તેવો વીડિયો તમે ભાગ્યે જ પહેલા જોયો હશે. આ વીડિયોમાં એક કાકા લગ્નમાં ડાન્સ કરતા જોવા મળે છે.

આ વાયરલ વીડિયોમાં એક લગ્નના સંગીત સમારોહનો નજારો જોવા મળી રહ્યો છે. લગ્ન સ્થળનું ડેકોરેશન એકદમ ભવ્ય છે. તેવામાં બ્લોકબસ્ટર પુષ્પા મૂવીનું સોન્ગ ‘ઓ ઓ અન્તવા’ વાગે છે અને કેટલાક લોકો તેના પર ડાન્સ કરવા લાગે છે. તેમાં એક સૂટબૂટમાં તૈયાર કાકા સરસ ડાન્સ કરે છે. તે હકીકતમાં ડુલ્હનના પિતા હોય છે. તે દીકરીના લગ્નની ખુશીમાં જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે. લગ્નમાં સામેલ મહેમાનો પણ તે જોઈ દંગ રહી જાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ મજેદાર વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Bridal lehenga નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. હજારો સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને પસંદ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યુ છે કે, વાહ ભાઈ…શું ડાન્સ કર્યો છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, મારી પત્નીનો પિતા પણ આવો ડાન્સ કરતો હોવો જોઈએ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ દીકરીના ત્રાસમાંથી છૂટકારો મેળવાની ખુશી લાગે છે. આ પિતા પોતાના ઘરનું તોફાન બીજાના ઘરે મોકલી રહ્યો છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.