પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Ex PM Imran Khan) તેમની ક્રિકેટર કરિયર, તેમની પત્નીઓ અને તેમના નિવેદનો કારણે ભારે ચર્ચામાં રહે છે. હાલમાં પણ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.
Image Credit source: tv9 gfx
કોઈ એવો દિવસ નથી હોતો જ્યારે વિશ્વમાં પાકિસ્તનના કારનામાને લઈને ચર્ચા નહીં થતી હોય. પાકિસ્તાનના નેતાઓના નિવેદન અને ત્યાંના લોકોની હરકતોને કારણેે પાકિસ્તાન હંમેશા ચર્ચામાં રહે છે અને હાસીનું પાત્ર બને છે. પાકિસ્તાન ભૂતકાળમાં તેના ગધેડાની સંખ્યા, નેતાઓના ભાષણને કારણે, પાકિસ્તાની આતંકી પ્રવૃતિઓને કારણે ભૂતકાળમાં ઘણી ચર્ચામાં રહ્યું છે. પાકિસ્તાના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓ પણ પોતાની અને પોતાની દેશની ઈજ્જત કાઢવાના કામમાં પોતાનો ફાળો આપતા રહે છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Ex PM Imran Khan) તેમની ક્રિકેટર કરિયર, તેમની પત્નીઓ અને તેમના નિવેદનો કારણે ભારે ચર્ચામાં રહે છે. હાલમાં પણ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની એક રેલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાન હાલ સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યુ છે, જેને કારણે ત્યાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. તે બધા વચ્ચે ઈમરાન ખાને પોતાની પાર્ટીની એક રેલી સંબોધિત કરી હતી.
તે રેલીમાં હજરો લોકો જોડાયા હતા. તે દરમિયાન તેમણે એવું નિવેદન આપ્યુ કે જેને કારણે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં તમે સાંભળી શકો છો કે ઈમરાન ખાન બોલે છે કે જ્યા પાકિસ્તાન બન્યુ ત્યારે તેની જનસંખ્યા 40 કરોડ હતી. તેમના આ નિવેદન પર તેમની પોતાની પાર્ટીના લોકો હસી પડે છે. વીડિયોમાં તેમની પાછળ હસતા લોકો જોઈ શકાય છે. તે આગળ કહે છે કે આજે તે જનસંખ્યા 22 કરોડ છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
વીડિયોમાં જોઈ શકાય છે કે તેમની બાજુમાં ઉભા એક નેતા તેમની ભૂલ સુધરતા તેમને યાદ અપાવે છે કે આપણી જનસંખ્યા 44 લાખ હતી. આ વાત પર ઈમરાન ખાન ગુંચવાઈ જાય છે અને પોતાને જ સાચા માને છે પણ પછી તેમને તેમની ભૂલનો અહેસાસ થાય છે અને તેઓ માફી માંગીને પોતાની ભૂલ સુધારે છે. સોશિયલ મીડિયામાં આજે આ વીડિયો ખુબ વાયરલ થયો છે. લોકો તેના પર પોતાની રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો તેમને પૂછ રહ્યા છે કે તમે કઈ સ્કૂલમાં ભણ્યા હતા, તમારુ જીકે આટલુ નબળુ કેમ છે?