Viral Video: મર્સિડીઝ સાથે અથડાતા ટ્રેક્ટરના થયા બે ભાગ, વીડિયો જોઈને લોકો રહી ગયા દંગ | Viral Video Tractor colliding with Mercedes split into two parts people were shocked after seeing the video

હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક ભયાનક અકસ્માતનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો અકસ્માત પછીનો છે, પણ તેના દ્રશ્યો જોઈ તમે કલપ્ના કરી શકો છો કે એ આ અકસ્માત કેટલો ભયાનક હશે.

Viral Video: મર્સિડીઝ સાથે અથડાતા ટ્રેક્ટરના થયા બે ભાગ, વીડિયો જોઈને લોકો રહી ગયા દંગ

Viral Video

Image Credit source: Twitter

Shocking Video : દરેક વ્યક્તિ જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે તે અને તેનો પરિવાર ભગવાનને એક જ પ્રાર્થના કરે છે કે, તે સુરક્ષિત રહે, તે અકસ્માતનો ભોગ ના બને. અકસ્માત નાના હોય કે મોટા, દરેક અકસ્માત માણસને શારીરિક, માનસિક અને આર્થિક રીતે નુકશાન પહોંચાડે છે. સોશિયલ મીડિયા પર રોજ ભયાનક અક્સ્માતના અનેક વીડિયો સામે આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક ભયાનક અકસ્માતનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો અકસ્માત પછીનો છે, પણ તેના દ્રશ્યો જોઈ તમે કલપ્ના કરી શકો છો કે એ આ અકસ્માત કેટલો ભયાનક હશે.

ઘણીવાર બે વાહનો વચ્ચેના અકસ્માતોમાં એક વાહનને વધારે નુકશાન થાય છે અને એક વાહનને કઈ જ નથી થતુ અને કેટલીકવાર બન્ને વાહાનને કાટમાળ જ મળે છે. વાયરલ થયેલા વીડિયોમાં પણ આવુ જ કંઈક જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખુલ્લા રસ્તા પર ટ્રેકટર અને મર્સિડીસ કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ છે. જેને કારણે કાર અને ટ્રેકટરને ભારે નુકશાન થયુ છે. તેમાં પણ ટ્રેકટરના તો 2 ભાગ થઈ ગયા છે. આ અકસ્માત સ્થળ પર ઘણા લોકો પણ દેખાય રહ્યા છે. તેઓ પણ આ ભયાનક અકસ્માતનાની કલ્પના કરીને દંગ રહી જાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આઈઆઈએસ અધિકારી ગુરમીત સિંહ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે આ વીડિયો જોઈને સાયરસ મિસ્ત્રીના અકસ્માતની યાદ આવી ગઈ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, વાહન સાચવીને ચલાવો, તમારો પરિવાર ઘરે તમારી રાહ જોઈ રહ્યુ છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના આંધ્ર પ્રદેશના તિરુપતિ પાસે ચંદ્રગિરી બાઈપાસ રોડ પાસે ઘટી છે. ટ્રેકટર ખોટી દિશામાં રસ્તા પર ઘુસ્યુ, જેના કારણે ટ્રેકરર અને મર્સિડીઝ વચ્ચે ટક્કર થઈ. કાર ચાલક સુરક્ષિત છે અને ટ્રેકટર ચાલકને ઘાયલ છે.

Previous Post Next Post