કોહલીનો મેસેજ સાંભળીને ફેડરર ભાવુક થયો, લોકો સાથે શેર કરી ખાસ ક્ષણ | Virat Kohli's heartfelt message to Roger Federer

વિરાટ કોહલીએ વિડીયો દ્વારા નિવૃત્ત રોજર ફેડરરને મેસેજ મોકલ્યો હતો. તેણે ટેનિસ દિગ્ગજ સાથેની તેની મુલાકાતને પણ યાદ કરી હતી.ભારતીય બેટ્સેમેને ફેડરરને તેના ભવિષ્ય માટે શુભકામના પાઠવી છે. ફેડરરે રાફેલ નડાલની સાથે ડબલ્સની મેચ રમી હતી.

કોહલીનો મેસેજ સાંભળીને ફેડરર ભાવુક થયો, લોકો સાથે શેર કરી ખાસ ક્ષણ

કોહલીનો મેસેજ સાંભળીને ફેડરર થયો ભાવુક, કરોડો લોકો સાથે શેર કરી ખાસ ક્ષણ

Image Credit source: Instagram

Roger Federer: વિશ્વના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે (Roger Federer) ભૂતકાળમાં ટેનિસને અલવિદા કહી દીધું હતું. કોર્ટમાંથી તેમના જવા પર રાફેલ નડાલ સહિત આખી દુનિયા રડી પડી હતી. ફેડરરની નિવૃત્તિ પર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ ભાવુક થઈ ગયો હતો. એક વીડિયો મેસેજમાં કોહલીએ ફેડરર સાથેની તેની મુલાકાતને પણ યાદ કરી હતી, જેનાથી સ્વિટ્ઝર્લેન્ડના ફેડરર ભાવુક થઈ ગયા હતા અને કોહલી (Virat Kohli)નો વીડિયો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને તેમનો આભાર માન્યો હતો. એટીપી ટૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કોહલીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં કોહલીએ ફેડરરને મહાન ખેલાડી ગણાવ્યો હતો.

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું મારા માટે સન્માનની વાત છે કે, આ વીડિયો દ્વારા શાનદાર કરિયર માટે તમને અભિનંદન પાઠવી રહ્યો છુ. તમે અમને ખુબસુરત યાદો આપી છે. 2018માં ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન તમને મળવાની ત્તક મળી હતી. જેને આખી જીદગી ભુલી શકીશ નહીં.

આખું રમત જગત ફેડરરને યાદ કરી રહ્યું છે

કોહલીએ આગળ કહ્યું કે તમને રમતા જોઈને હું ખુબ ખુશ થયો હતો. ટેનિસ સહિત આખું રમત જગત તમને પસંદ કરે છે અન્ય કોઈ રમત માટે આવી એકતા જોઈ નથી. ભારતીય બેટ્સેમેને ફેડરરને તેના ભવિષ્ય માટે શુભકામના પાઠવી છે. ફેડરરે 23 સપ્ટેમ્બરના રોજ તેની છેલ્લી મેચ રમી હતી. તેમણે રાફેલ નડાલની સાથે ડબલ્સની મેચ રમી હતી.

છેલ્લી મેચમાં ફેડરરને હાર મળી

ફેડરરને તેની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ફેડરર તેની છેલ્લી મેચમાં ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. નડાલ પણ પોતાના આંસુ રોકી શક્યો નહોતો. ફેડરર અને નડાલ બંનેનો આ ફોટો ખૂબ વાયરલ થયો હતો. કોહલીએ પણ બંનેના આ ફોટો પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે આ રમતની સુંદરતા છે. રમતનું અત્યાર સુધીનું સૌથી સુંદર ચિત્ર.

ભારતીય ટીમ આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વર્લ્ડકપની તૈયારીમાં વ્યસ્ત છે. પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરઆંગણે 3 મેચની ટી20 સીરિઝ પોતાને નામ કરી છે. હવે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 મેચની ટી 20 સિરીઝમાં જીત સાથે શરુઆત કરી છે. ભારતે સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ મેચ 8 વિકેટથી જીતી હતી. ત્યારે હવે ટીમની નજર બીજા ટી 20 મેચ પર રહેશે.

أحدث أقدم