માતાએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ વખ ઘોળી આપઘાતનો પ્રયાસ કર્યો | When the mother scolded her about the work, the minor tried to commit suicide

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

રાજકોટ જામનગર રોડ પર પડધરીના ડુંગરકામાં વિઠ્ઠલભાઈ પટેલની વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેઓનો પરિવાર ખેતમજૂરી કરે છે. આપઘાતનો પ્રયાસ કરનાર સગીરા એક ભાઈની એક બહેન છે. માતાએ કામ બાબતે ઠપકો આપતા પગલું ભરી લીધું હતું. આ અંગે પડધરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

CNG રીક્ષામાં દારૂની હેરાફેરી કર્યા બે શખ્સો ઝડપાયા
રાજકોટ જિલ્લાના શાપર નજીક આવેલ પારડી ગામે શ્રી હરિ સોસાયટીમાં એક CNG રીક્ષામાંથી શાપર પોલીસે દારુની 33 બોટલ ઝડપી લઇ બે શખ્સોને દબોચી ગુનો દાખલ કર્યો હતો. પોલીસે કુલ ચાર આરોપી સામે ગુનો નોંધ્યો છે. આ ચારેય આરોપી પારડીની શ્રી હરિ સોસાયટીમાં, શીતળા માના મંદિર વિસ્તારમાં રહે છે. પોલીસે હાલ ઝડપેલા મેહુલ નાગરભાઇ મકવાણા (ઉ.વ.29) અને બલદેવ ઉર્ફે માસ્તર જગદીશ મકવાણા (ઉ.વ.30) એ પુછપરછમાં કબૂલાત આપી હતી કે, પોતે બન્ને અને તેના જ વિસ્તારમાં રહેતો મહેન્દ્ર મીઠાભાઈ ડાભી એમ ત્રણેયે ભાગીદારીમાં દારુ મંગાવ્યો હતો. જેમાંથી 12 બોટલ દારૂ અહીં જ રહેતા દિલીપ મેઘાભાઈ ચુડાસમાને આપવાનો હતો. દારુ લઇ મેહુલની GJ-03-BU-6635માં સ્પીકરની પેટીમાં છુપાવી દીધો હતો. દિલીપને આપવાની થતી 12 બોટલ સિવાયની બોટલો છુટક વેચવા પ્લાન કર્યો હતો. હાલ બન્ને આરોપીઓને અટકમાં લઇ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. હાલ પોલીસે દારુની બોટલો, રીક્ષા, એક મોબાઈલ મળી કુલ રૂા. 67000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે દારુની 33 બોટલ ઝડપી લઇ બે શખ્સોને દબોચી ગુનો દાખલ કર્યો

પોલીસે દારુની 33 બોટલ ઝડપી લઇ બે શખ્સોને દબોચી ગુનો દાખલ કર્યો

બળાત્‍કારના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
હીરાસર એરપોર્ટની સાઇટ પર અનેક મજૂરો કામ કરે છે. તે પૈકીનો સિકંદર પાસવાન નામનો મજુર યુપીના લાલગંજ પોલીસ સ્‍ટેશનના છેતરપીંડી, ગેરકાયદે ગૃહપ્રવેશ અને બળાત્‍કાર તથા ધમકીના ગુનામાં ફરાર હોવાની માહિતી મળતા. રાજકોટ એરપોર્ટ પોલીસ ટીમે પકડી લઇ પોકેટ કોપ એપથી સર્ચ કરી તેને સકંજામાં લીધો હતો અને યુપી લાલગંજ પોલીસને જાણ કરી હતી. આરોપી સિકંદર વિરૂધ્‍ધ થોડા સમય પહેલા જ યુપીના લાલગંજમાં ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ તે ત્‍યાંથી ભાગી નીકળ્‍યો હતો અને હાલ હીરાસર એરપોર્ટ એરિયામાં સર્વેયર તરીકે નોકરી પર લાગી ગયો હતો.

આરોપી રાજેશ રમેશભાઇ સારોલા

આરોપી રાજેશ રમેશભાઇ સારોલા

પેરોલ જમ્પ કરી 9 મહિનાથી નાસ્તો ફરતો યુવક ઝડપાયો
રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યા અને હત્યાની કોશિશના ગુનામાં સજા કાપી રહેલ કેદી પેરોલ જમ્પ કરી 9 મહિનાથી નાસ્તો ફરતો હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. શહેરના નાના મવા સર્કલ પાસે ગોવિંદ રત્ન બંગલાની સામે આવાસ યોજના કવાર્ટરમાં રહેતો રાજેશ રમેશભાઇ સારોલા (ઉ.વ.32) થોરાળા પોલીસના 2016ની સાલના હત્યા તથા હત્યાની કોશિષના ગુનામાં રાજકોટ જેલમાં કાચા કામના કેદી તરીકે રખાયો હોઇ તેના દાદીમા ઉજીબેન પ્રેમજીભાઇ સારોલા (ઉ.વ.90)નું હૃદયની બિમારી માટે ઓપરેશન કરાવવાનું હોવાથી પાંચ દિવસના પેરોલ રજા મંજુર થતાં તેને જેલમાંથી છોડવામાં આવ્યો હતો. પરંતુ પાંચ દિવસની રજા પુરી થઇ ગયા પછી તે જેલમાં હાજર થયો નહોતો અને સતત નવ મહિનાથી તે ફરાર હતો. દરમિયાન તે નાના મવા સર્કલ પાસે અવ્યો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્ક્વોડે તેની ધરપકડ કરી મધ્યસ્થ જેલ ખાતે સોંપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બે સંતાનના પિતાએ 14 વર્ષની સગીરાની પજવણી કરી
રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્‍તારમાં રહેતાં બે સંતાનના પિતા એવા 46 વર્ષના ગેરેજ સંચાલક શખ્‍સે 14 વર્ષની સગીરાની પજવણી કરી ત્રણ વર્ષ સુધી તેને સતત હેરાન કરતાં અને તેણીના માતાને પણ પરેશાન કરી મા-દિકરી જ્‍યારે પણ બહાર નીકળે ત્‍યારે પાછળ જઇ ફોટા પાડી તેમજ હાલો બેસી જાવ હું મુકી જાય તેમ કહીને છેડતી કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્રણ વર્ષ પહેલા બાળા શાળાએ હતી ત્‍યારે ત્‍યાં જઇને આ આધેડે એ ‘તારા અને તારી મમ્‍મીના મોબાઇલ નંબર આપ તો’ તેમ કહી પજવણી કરી હતી. જુદા જુદા આરોપો સાથે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم