કેટલાક પ્રાણીઓની કિંમત તો તમે કલ્પના પણ ન કરી શકો એટલી હોય છે. હાલમાં એક કૂતરો (Dog) તેની કિંમતને કારણે જ ચર્ચામાં છે. તેની કિંમત 10 કરોડ રુપિયા છે. તેની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે.
Image Credit source: TV9 gfx
10 million dog in Karnataka : આ દુનિયામાં રહેતા કરોડો લોકો જુદા જુદા શોખ ધરાવે છે. તેમાંથી ઘણા લોકોને પ્રાણીઓ પાળવાનો શોખ હોય છે. લોકો જાતજાતના પ્રાણીઓ અને પક્ષીઓ પાળતા હોય છે. કેટલાક લોકો તો એટલા શોખીન હોય છે કે તેઓ વાઘ, ચિંતા જેવા ખુખાર પ્રાણીઓને પણ પાળે છે. કેટલાક પ્રાણીઓની કિંમત તો તમે કલ્પના પણ ન કરી શકો એટલી હોય છે. હાલમાં એક કૂતરો (Dog) તેની કિંમતને કારણે જ ચર્ચામાં છે. તેની કિંમત 10 કરોડ રુપિયા છે. તેની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે.
હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં એક બકરીએ જૂનો રેકોર્ડ તોડયો છે. ત્યાં 4 લોકો એ એક બકરીને 2 કરોડમાં ખરીદી છે. આ બકરી ખાસ ખાસિયતોથી યુકત છે. તેનાથી બીજી બકરીની જાત પણ સુધરી શકે છે. તેથી તેની કિંમત આટલી વધારે મળી હતી. ચાલો જાણી આ 10 કરોડના કૂતરાના પ્રજાતિ, ભોજન અને ખર્ચા વિશે.
10 કરોડના કૂતરા એ ખેંચ્યુ સૌનું ધ્યાન
કર્ણાટકના શિવમોગા શહેરના ગાંધી પાર્કમાં હાલમાં રાયતા દશેરા કાર્યક્રમના અવસર પર ડોગ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ડોગ શોમાં તિબ્બતયેન માસ્ટિફ કૂતરા એ સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ કૂતરાની કિંમત 10 કરોડ હતી. આ કૂતરાના માલિક સતીશ નામના વ્યક્તિ દ્વારા તેને બેંગલુરુથી ખરીદ્યુ હતુ. આ તિબ્બતયેન માસ્ટિફ કૂતરાનું નામ ભીમ રાખવામાં આવ્યુ હતુ. આ કૂતરાને જોવા ડોગ શોમાં અનેક લોકો આવ્યા હતા. આવા તિબ્બતયેન માસ્ટિફ કૂતરાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેની સંભાળ માટે મહિનામાં 25 હજારનો ખર્ચ કરવામાં આવે છે.
10 કરોડના કૂતરાને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. ઘણા લોકો એ આ 10 કરોડના કૂતરા સાથે સેલ્ફી પણ પડાવી હતી. તેની સાથે સેલ્ફી પડાવવા લાઈનો લાગી હતી. કુતરાના માલિકે જણાવ્યુ કે મેં મારા ભીમ ડોગીને દશેરાના ડોગ શોમાં મુખ્ય મહેમાન તરીકે લાવ્યો હતો. આ 10 કરોડનો તિબ્બતયેન માસ્ટિફ કૂતરો છે. તેને અઢી વર્ષ પહેલા ચીનમાંથી બેંગલોર લાવવામાં આવ્યો હતો. તેને ભોજનમાં ચિકન, રોયલ કેનિન આપવામાં આવે છે. તેનું વજન 100 કિલોથી વધારે છે. તે રોજ એક કિલોમીટર ચાલે છે. તેના વજન પ્રમાણે તેની આની જરુર પણ હોય છે.