'10-50 કરોડની ઓફર, સરકારને તોડી પાડવાનું કાવતરુ', અશોક ગેહલોતે તૈયાર કરેલી નોટ્સનો ફોટો આવ્યો સામે | Photo Reveals Ashok Gehlot's Cheat Sheet For Meeting With Sonia Gandhi

અશોક ગેહલોતે સંભવતઃ એવો આક્ષેપ કર્યો છે કે પાયલોટે રાજ્યની કોંગ્રેસ સરકારને તોડી પાડવા માટે ભાજપ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે ધારાસભ્યોને 10-50 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.

'10-50 કરોડની ઓફર, સરકારને તોડી પાડવાનું કાવતરુ', અશોક ગેહલોતે તૈયાર કરેલી નોટ્સનો ફોટો આવ્યો સામે

Ashok Gehlot

Image Credit source: File Image

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે મુલાકાત કર્યા બાદ પોતાને અધ્યક્ષ પદની રેસમાંથી હટાવવાનો નિર્ણય લીધો હતો. સોનિયાને મળ્યા બાદ તેમણે માફી પણ માંગી હતી અને અધ્યક્ષ પદની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. ગેહલોત જ્યારે સોનિયા ગાંધીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાની તમામ તૈયારીઓ સાથે ગયા હતા. તેમણે એક નોટ તૈયાર કરી હતી, જે સોનિયા ગાંધી સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને બાદમાં મીડિયાની સામે માફી માંગી હતી.

મલયાલા મનોરમાના ફોટોગ્રાફર જે સુરેશ દ્વારા કેપ્ચર કરાયેલ એક ફોટોગ્રાફમાં ગેહલોતની પાસે કેટલીક નોટસ જોઈ શકાય છે, જે મુદ્દાઓ માનવામાં આવી રહ્યા છે કે સોનિયા ગાંધીની સાથે મીટિંગમાં ઉઠાવવામાં આવી શક્યા હોય, તસવીર પરથી એવું માનવામાં આવે છે કે ગેહલોતના હાથમાં જે ચિટ-શીટ છે તે નાના હરીફ સચિન પાયલટ સામે એક પ્રકારનો આરોપપત્ર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અશોક ગેહલોત માત્ર એટલા માટે દિલ્હી આવ્યા હતા, જેથી તેઓ સચિન પાયલટને ખુરશી સુધી પહોંચતા અટકાવી શકે. ગેહલોત માટે શરૂઆતથી જ સમાચાર હતા કે તેઓ પોતાની ખુરશી પાયલટને આપવા માંગતા નથી.

10-50 કરોડની ઓફર

સોનિયા ગાંધી સાથેની મુલાકાતમાં ગેહલોતે પાયલટ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. ચિટ-શીટ મુજબ, “એસપી પ્લસ 18 સામે 102 ધારાસભ્યોનું સમર્થન”, જે બતાવે છે કે પાયલોટ કોંગ્રેસ છોડવા માટે પુરી રીતે તૈયાર હતા, ગેહલોતે સંભવતઃ એવો આક્ષેપ કર્યો છે કે પાયલોટે રાજ્યની કોંગ્રેસ સરકારને તોડી પાડવા માટે ભાજપ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે ધારાસભ્યોને 10-50 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.

ગેહલોતના પાયલટ પર ગંભીર આરોપો

તસવીર અનુસાર ગેહલોતે સોનિયા ગાંધીને કહ્યું કે, “જે થયું તે ખૂબ જ દુઃખદ છે, હું પણ ખૂબ જ દુઃખી છું.” તેમણે કહ્યું હતું કે “રાજકારણમાં પવન બદલાતા જોઈને સાથ છોડી દે છે, અહીં આવું નહીં.” તસવીર મુજબ, તેમણે એમ પણ કહ્યું કે “એસપી પાર્ટી છોડી દેશે – જો નિરીક્ષકે પહેલા સાચો રિપોર્ટ આપ્યો હોત તો તે પાર્ટી માટે સારું હતું.” વધુમાં સચિન પાયલટ વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે “પ્રથમ પ્રદેશ અધ્યક્ષ જેમણે સરકારને તોડી પાડવાનો પ્રયત્ન કર્યો.”

Previous Post Next Post