સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી નવની માર્કેટ મૂડીમાં 90,318.74 કરોડનો વધારો થયો, મુકેશ અંબાણીને થયો 36,566 કરોડનો લાભ

શેરબજારના સકારાત્મક વલણ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)ને સૌથી વધુ ફાયદો થયો છે. ગયા સપ્તાહે BSEના 30 શેરોવાળા સેન્સેક્સમાં 652.7 પોઈન્ટ અથવા 1.10 ટકાનો ઉછાળો આવ્યો છે.

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી નવની માર્કેટ મૂડીમાં 90,318.74 કરોડનો વધારો થયો, મુકેશ અંબાણીને થયો 36,566 કરોડનો લાભ

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અથવા આરઆઈએલને સૌથી વધુ ફાયદો થયો છે.

ભારતીય શેરબજારમાં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી નવની માર્કેટ મૂડી અગાઉના સપ્તાહે સામૂહિક રીતે રૂ. 90,318.74 કરોડ વધી છે. શેરબજારના સકારાત્મક વલણ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)ને સૌથી વધુ ફાયદો થયો છે. ગયા સપ્તાહે BSEના 30 શેરોવાળા સેન્સેક્સમાં 652.7 પોઈન્ટ અથવા 1.10 ટકાનો ઉછાળો આવ્યો છે. સોમવારે દિવાળી નિમિત્તે બજારમાં એક કલાકના ખાસ મુહૂર્તના કારોબારનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે દિવાળી બલિપ્રતિપદાના દિવસે બજારો બંધ રહ્યા હતા.ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી છે. તે પછી અનુક્રમે ટીસીએસ, એચડીએફસી  બેન્ક, ઇન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર,એસબીઆઈ, ભારતી એરટેલ, એચડીએફસી અને આઇટીસીનો સમાવેશ થાય છે.

આ કંપનીઓને ફાયદો થયો

સમીક્ષા હેઠળના સપ્તાહમાં હિન્દુસ્તાન યુનિલિવર (HUL) સિવાય ટોચની 10માંની અન્ય તમામ કંપનીઓના બજાર મૂલ્યાંકનમાં વધારો જોવા મળ્યો છે. તેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC બેન્ક, ઈન્ફોસિસ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નો સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 36,566.82 કરોડ વધીને રૂ. 17,08,932.42 કરોડ થયું છે. HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 11,195.61 કરોડ વધીને રૂ. 8,12,378.52 કરોડ થયું છે.

ભારતી એરટેલની માર્કેટ પોઝિશન રૂ. 10,792.67 કરોડ વધીને રૂ. 4,54,404.76 કરોડ થઈ છે. SBIની માર્કેટ પોઝિશન રૂ. 8,879.98 કરોડ વધીને રૂ. 5,09,372.21 કરોડ થઈ છે. TCSનું માર્કેટ વેલ્યુએશન રૂ. 8,617.06 કરોડ વધીને રૂ. 11,57,339.65 કરોડ થયું છે. HDFCની માર્કેટ પોઝિશન રૂ. 8,214.27 કરોડ વધીને રૂ. 4,36,240.27 કરોડ થઈ છે. ઇન્ફોસિસનું મૂલ્યાંકન રૂ. 5,259.92 કરોડ વધીને રૂ. 6,36,476.13 કરોડ થયું છે.

કઈ કંપનીને નુકસાન થયું?

ICICI બેન્કે સપ્તાહ દરમિયાન રૂ. 568.37 કરોડનો નફો કર્યો છે અને તેની માર્કેટ મૂડી રૂ. 6,32,832.76 કરોડ છે. ITCનું મૂલ્ય રૂ. 224.04 કરોડના વધારા સાથે રૂ. 4,28,677.66 કરોડ થયું હતું. આ વલણથી વિપરીત હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 30,509.44 કરોડ ઘટીને રૂ. 5,93,318.79 કરોડ થયું હતું.

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, Infosys, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, SBI, ભારતી એરટેલ, HDFC અને ITC આવે છે.

આ ઉપરાંત જણાવી દઈએ કે આ અઠવાડિયે ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની વિશેષ બેઠક, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરો અંગેના નિર્ણય જેવા વિકાસ દ્વારા સ્થાનિક શેરબજારોની દિશા નક્કી કરવામાં મહત્વની ભુમિકાભજવશે તેમ વિશ્લેષકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

Previous Post Next Post