Monday, October 17, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» કરીના અને સૈફના લગ્નને 10 વર્ષ પૂરા, ફેન્સ સાથે શેર કરી ખાસ ક્ષણો
ઑક્ટો 17, 2022 | બપોરે 3:53
TV9 ગુજરાતી | સંપાદિત: નિરુપા દુવા
ઑક્ટો 17, 2022 | બપોરે 3:53
સૈફ અલી ખાન અને કરીના કપુરના લગ્નને 10 વર્ષ પુરા થઈ ગયા છે. વર્ષે 2012માં બંન્ને લગ્નના બંધનમાં બંધાયા હતા એવામાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર થ્રોબેક ફોટો શેર કર્યા છે.
કરીનાની આ પોસ્ટ પર સૈફની બહેન સૌહા અલી ખાને લખ્યું, હૈપ્પી Anniversary તો કરિશ્મા કપુરે રિએક્ટ કરતા લખ્યું કપલ ગોલ્સ ફોરએવર
કરીનાએ જે થ્રોબેક ફોટો શેર કર્યા છે. તેના પર ચાહકે તેને શુભકામના પાઠવી રહ્યા છે, અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, મે ઓર તુમ,તુમ ઔર મૈ યુ હી સાથ ચલતે રહે.
પાવર કપલના 10 વર્ષના લગ્ન જીવન સફળ પુરુ થતા મહીપ કપુર, દીયા મિર્ઝા, અમૃતા અરોડા અને મલાઈકા અરોરાએ પણ શુભકામના પાઠવી છે.
16 ઓક્ટોબર વર્ષ 2012માં બંન્નેએ લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2016માં કરિનાએ પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ તેમુર છે અને 2021માં બીજા પુત્રને જન્મ આપ્યો હતો તેનું નામ જેહ છે.