હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં 12 નવેમ્બર ચૂંટણી, 8 ડિસેમ્બરે પરિણામ

[og_img]

  • હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટ
  • 80 વર્ષથી ઉપરની ઉંમરના, કોવિડ સંક્રમિત, દિવ્યાંગ લોકોને ઘરેથી મતદાન કરવાની સુવિધા
  • અમે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવા માટે પ્રતિબદ્ધ છીએ: ચૂંટણી પંચ

દિલ્હીના વિજ્ઞાનભવનમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પત્રકાર પરિષદમાં હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં કુલ વિધાનસભા સીટ 68માંથી સામાન્ય સીટ 48, 17 SC, 3 ST છે. કુલ 5507261 મતદાર છે. એક તબક્કામાં ચૂંટણી થશે.

ઘરેથી વોટિંગ કરવાની સુવિધા આપશે ચૂંટણી પંચ

ચૂંટણી પંચે પત્રકાર પરિષદ દરમ્યાન કહ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના લોકો, દિવ્યાંગ કે કોવિડ સંક્રમિત જે મત આપવા માંગે છે પરંતુ પોલિંગ બૂથ આવી શકતા નથી, ચૂંટણી પંચ આવા મતદારોને ઘરે જઇ તેમને મતદાન કરવાની સુવિધા આપશે. તેમણે કહ્યું કે ઓક્ટોબર મહિનામાં ઘણા તહેવારો આવશે તેમાંથી એક લોકશાહીના પર્વની પણ ઉજવણી થશે. 

અમે ગાઇડલાઈનમાં ફેરફાર કર્યો

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ગાઇડલાઈનમાં ફેરફાર કર્યો છે. અમે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયો દ્વારા ચર્ચા કરી છે. ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવાનો પ્રયાસ છે. નવા મતદારોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. કેટલાંક પોલિંગ સ્ટેશન PWD સંચાલન કરશે. તો કેટલાંક પોલિંગ સ્ટેશન માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત કરાશે. મતદારોનો આવકાર કરાશે. 

હિમાચલ વિધાનસભાની 68 સીટો માટે 2017માં 9 નવેમ્બરના રોજ વોટિંગ થયું હતું. ભાજપે 68માંથી 44 સીટો પર જીત નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસે 21 સીટો પ્રાપ્ત કરી હતી. ભાજપે જયરામ ઠાકુરને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 18 ફેબ્રુઆરીએ અને હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 8 જાન્યુઆરીએ સમાપ્ત થશે. ચૂંટણી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવા પંચે તાજેતરમાં બંને રાજ્યોની મુલાકાત લીધી હતી તેમ મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું હતું. તેમણે કહ્યું કે અમે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજ્યના DGP અને સચિવો સાથે ચર્ચા કરી.

أحدث أقدم