દુબઈના એજન્ટોએ ફસાવી બંધક બનાવેલા 130 ભારતીય કર્મચારીઓને ભારત સરકારે છોડાવ્યા

Indian Rescued: સોશિયલ મીડિયામાં આવતી જાહેરાત દ્વારા આઈટી સેક્ટરમાં નોકરી અપાવવાના નામે દુબઈ બોલાવવામાં આવેલા 130 જેટલા ભારતીય નાગરિકોને દુબઈના એજન્ટે બંધક બનાવ્યા હતા. તેમની સાથે ફ્રોડ કર્યુ અને તેમની પાસેથી ડિજિટલ અને ક્રિપ્ટો કરન્સીમાં ફ્રોડ કરાવવામાં આવતુ હતુ. ભારત સરકારે આ નાગરિકોને મુક્ત કરાવ્યા છે.

દુબઈના એજન્ટોએ ફસાવી બંધક બનાવેલા 130 ભારતીય કર્મચારીઓને ભારત સરકારે છોડાવ્યા

દુબઈ એજન્ટના ફ્રોડનો ભોગ બનનારા ભારતીય

શુક્રવારે ભારત સરકારે (Indian Government) જણાવ્યુ કે લગભગ 130 જેટલા ભારતીય કર્મચારીઓ (Indian Workers) જેઓ વિદેશ કામ અર્થે ગયા હતા, તે તમામને  વિદેશી ફ્રોડ (Fraud)થી બચાવવામાં આવ્યા છે અને તેમને મ્યાનમારથી ભારત પરત લાવવામાં આવ્યા છે. આ પ્રકારની ઘટનાઓથી લોકો પહેલાથી જ વાકેફ હશે. આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, જેમાં નિર્દોષ કામદારોને ફસાવી કામ અપાવવાના નામે અને સારો પગાર અપાવવાના નામે ઠગવામાં આવી છે. હાલમાં જ દુબઈના એક એજન્ટે ભારતીય કામદારોને ફસાવી બંધક બનાવી લીધા હતા. કામ અપાવવાના નામે દુબઈ બોલાવી તેમને બંધક બનાવવામાં આવ્યા હતા. જો કે ભારત સરકારે આ 130 કામદારોને બચાવી ભારત પરત લાવી છે.

થાઈલેન્ડમાં આઈટી સેક્ટરમાં કંપનીમાં કામ કરવાનું આપ્યુ હતુ વચન

ભારતીય કામદારોને થાઈલેન્ડમાં આઈટી સેક્ટરમાં કંપનીમાં કામ અપાવવાનું કહેવામાં આવ્યુ હતુ. ભારતીય કર્મચારીઓ ત્યાં પહોંચ્યા તો જાણ થઈ કે તેમને બંધક બનાવી સાઈબર ફ્રોડ કરાવવામાં આવ્યુ. આ દરેક કંપનીઓને દુબઈ, બેંગકોક અને ભારતથી એજન્ટ સંભાળે છે. આ દરેક ભારતીય કર્મચારીઓને સોશિયલ મીડિયા વિજ્ઞાપન દ્વારા જાળમાં ફસાવવામાં આવ્યા હતા.

ભારતીય કર્મચારીઓ પાસે ડિજીટલ અને ક્રિપ્ટો કરન્સીમાં કરાવવામાં આવતુ હતુ ફ્રોડ

માત્ર ભારત જ નહીં અનેક દેશોના કર્મચારીઓ આ રીતે ફસાયેલા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યુ કે આ લોકો પાસે ડિજિટલ અને ક્રિપ્ટો કરન્સી ફ્રોડ કરાવવામાં આવે છે. આ ઉપરાંત અનેક લોકોને ગેરકાયદે રીતે વિદેશ મોકલવામાં આવ્યા હતા. આ લોકોને પોલીસે પકડી લીધા હતા. હાલ તેમની જાણકારી મેળવવામાં પણ મુશ્કેલી આવી રહી છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ તેમને દુબઈના એજન્ટ દ્વારા લોભામણી સ્કીમ આપી ફસાવવામાં આવ્યા હતા.

તેમને આઈટી સેક્ટરમાં નોકરી અપાવવાનું કહી દુબઈ બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમને આઈટી સેક્ટરમાં નોકરી તો ન અપાવી ઉલ્ટુ ગેરપ્રવૃતિ કરાવવામાં આવતી હતી. તેમની પાસે સાયબર ફ્રોડ તેમજ ડિજિટલ અને ક્રિપ્ટોમાં ફ્રોડ કરાવવામાં આવતુ હતુ. આ પ્રકારના અન્ય દેશના નાગરિકોને પણ ફસાવવામાં આવ્યા છે. ભારત સરકારની મદદથી ફ્રોડન ભોગ બનેલા 130 ભારતીયોને સરકાર પરત લાવી છે.

Previous Post Next Post