જ્ઞાનવાપી કેસ: કાર્બન ડેટિંગ પર ચુકાદો ટળ્યો, આગામી સુનાવણી 14 ઓક્ટોબરે

[og_img]

  • કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટને જવાબ રજુ કરવા કર્યો હતો આદેશ
  • મસ્જિદના કાર્બન ડેટિંગ કરવાના પીટીશનર ના દાવા પર સુનાવણી ટળી
  • જ્ઞાનવાપી મસ્જિદને સ્થાને એક હિંદુ મંદિર હોવાનો હિંદુ પીટીશનરનો દાવો

જ્ઞાનવાપી કેસમાં આજે સુનાવણી થવાની હતી પરંતુ વધુ એક વાર સુનાવણી ટળી ગઈ છે. આગામી સુનાવણી હવે 14 ઓક્ટોબરના રોજ થશે. વારાણસી કોર્ટમાં આજે કાર્બન ડેટિંગને લઈને ચુકાદો આવનાર હતો.

ગત સપ્તાહે, કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટને મસ્જિદના બાંધકામના કાર્બન ડેટિંગ અંગે પીટીશનરની અરજી પર જવાબ આપવામાં કહ્યું હતું. પીટીશનરે મસ્જિદની અંદર શિવલિંગ હોવાનો દાવો કર્યો છે.

જ્ઞાનવાપી મસ્જિદ પરિસરની અંદર વિડીયોગ્રાફી સર્વે દરમિયાન એક માળખું મળી આવ્યું હતું. આ માળખું એક શિવલિંગ હોવાનો હિંદુ પીટીશનરે દાવો કર્યો હતો.

જ્ઞાનવાપી મસ્જિદ કાશી વિશ્વનાથ મંદિરની પાસે આવેલ છે અને વારાણસી કોર્ટમાં કેસ દાખલ કરીને દાવો કરવામાં આવ્યો છે કે મુઘલ કાળ માં ઔરંગઝેબના આદેશો બાદ હિંદુ મંદિરનો નાશ કરીને તેના સ્થાને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મસ્જિદ કમિટીનું કહેવું છે કે જે માળખું શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે વાસ્તવમાં એક ફૂવ્વારો છે.

Previous Post Next Post