ધનતેરસના દિવસે વાહનોની ખરીદીમાં દેખાઈ તેજી, બે દિવસમાં 150 ગાડીઓની ડિલિવરીનું બુકિંગ

Ahmedabad: દિવાળીના તહેવારોમાં સોનાના દાગીના જ નહીં વાહનોની ખરીદીમાં પણ લાલચોળ તેજી જોવા મળી રહી છે. આ ધનતેરસ અને દિવાળીએ વણજોયુ મુહુર્ત હોવાથી લોકો કારની ધૂમ ખરીદી કરતા જોવા મળ્યા.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

ઑક્ટો 22, 2022 | સાંજે 4:53

અમદાવાદ (અમદાવાદ)માં ધનતેરસના દિવસે વાહનોની ધૂમ ખરીદી જોવા મળી. હવે લોકો નાની નહીં, પરંતુ મોટી કાર પસંદ કરી રહ્યા છે. શહેરમા ધનતેરસ (ધનતેરસ)નિમિત્તે વાહનોનું મોટા પ્રમાણમાં વેચાણ થયુ છે. આજે અને આવતીકાલના દિવસે વાહનોની ખરીદીમાં પણ તેજી જોવા મળશે. બે દિવસ આ જ પ્રકારે ખરીદીનો માહોલ જોવા મળશે. કાર ડિલર્સનું (કાર ડીલર્સ) કહેવુ છે કે કોરોના કાળ બાદ પહેલીવાર આ પ્રકારની તેજી જોવા મળી છે. હેચબેક કાર કરતા લોકો SUV કાર વધુ પસંદ કરી રહ્યા છે. જો કે ખરીદી વધુ હોવાથી શોર્ટેજના કારણે માગ પ્રમાણે કારની ડિલિવરી પણ મુશ્કેલ બનશે.

હાલ નાની કારમાં બે મહિના અને મોટી કારમાં ત્રણ મહિનાનું વેઈટિંગ

નાની કારમાં બે મહિના અને મોટી કારમાં ત્રણ મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યુ છે. આ જે જે લોકોને કારની ડિલિવરી થઈ છે તે લોકોએ બે ત્રણ મહિના પહેલા બુકિંગ કરાવ્યુ હતુ.  કારની ખરીદી માટે આવેલા ગ્રાહક તેમની ખરીદી અંગે જણાવે છે કે તેમણે ચાર મહિના અગાઉ કાર બુક કરાવી હતી. હિંદુ રિતરિવાજ મુજબ આજનો દિવસ ઘણો શુભ ગણાતો હોવાથી આજના દિવસે ડિલિવરી લેવાનું પસંદ કરી રહ્યા છે.

કાર ડિલરના જણાવ્યા મુજબ દિવાળીનો તહેવાર શુભ મનાય છે. જેમાં મુહુર્ત જોવાની જરૂર રહેતી નથી. જેમાં આજે અને કાલે 120થી 150 ગાડીઓની ડિલિવરી થશે. ડિમાન્ડ પણ ઘણી સારી છે. વાહનોની ખરીદીમાં આ વખતેની તેજીને જોતા છેલ્લા બે વર્ષની કસર પણ પુરી થઈ જશે તેમ ડિલર્સ જણાવી રહ્યા છે.